GSTV

આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે પીએમ મોદી સાથે કરી મુલાકાત

Last Updated on June 26, 2019 by Mayur Vora

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ઉભા થયેલા મતભેદોને સંભાળવા માટે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે શુક્રવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે. જેનો હેતુ સરકાર અને આરબીઆઈ વચ્ચે મતભેદો ઉકેલવાનો હતો. સુત્રોની માહિતી મુજબ શુક્રવારે ઉર્જિત પટેલ દિલ્હીમાં હતા. અને પીએમઓના સિનિયર અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ મુલાકાતોમાં પીએમ મોદી સાથે પણ એક મુલાકાત હતી.

કહેવાઈ રહ્યું છે કે નાણા મંત્રાલય આવતા વર્ષે ચૂંટણીને કારણે કેન્દ્રીય બેંકથી વધારે રોકડ માર્કેટમાં લાવવાની માગ કરી રહ્યું હતું. જેના પર ગવર્નર ઉર્જિત પટેલે અસંમતિ વ્યક્ત કરી હતી. સૂત્રોની જાણકારી મુજબી આરબીઆઈએ એ વાતના સંકેત આપ્યા છે કે તે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મદદ કરવા માટે વધારે લોનની વિશેષ વ્યવસ્થા ઉભી કરશે. પરંતુ એ સ્પષ્ટ નથી કે નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને મદદ માટે કોઈ કરાર થયો છે કે નહીં.

Related posts

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!