કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોળી નેતા અને પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા છેલ્લા કેટલાક સમયથી પક્ષથી નારાજ છે વહીવટી તંત્રની કામગીરી સામે વિપક્ષનાં આગેવાનની જેમ સવાલો ઉઠાવી રહયા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ કયાંથી લડશે તેવી અટકળોએ જોર પકડયુ છે. બાવળીયાએ ગઈકાલે રાજકોટમાં પાર્ટી ટિકીટ આપશે તેવો જાહેરમાં ભરોસો વ્યકત કર્યો હતો પરંતુ તેઓ પક્ષ ટિકીટ આપે કે ન આપે જસદણ વિધાનસભાની ચૂંટણી લડવા મકકમ હોવાનું નજીકનાં સૂત્રોએ જણાંવ્યુ હતુ.

રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રીનું પદ ભોગવી ચૂકેલા કુંવરજીભાઈ મંત્રી પદ ગયા બાદ નારાજ છે. જિલ્લા ફરિયાદ સંકલનની બેઠકમાં તેમણે વહીવટી તંત્રને સૌથી વધુ પ્રશ્નો પૂછીને ભીંસમાં મુકયુ હતુ. અગાઉ પણ અનેક કાર્યક્રમોમાં તેમણે નારાજગી વ્યકત કરી છે. જસદણ વિસ્તારમાં બાવળીયા અને ર્ડો. ભરત બોઘરા વચ્ચે વર્ચસ્વની લડાઈ જાણીતી છે. એક સમયે ગુરુ – શિષ્ય તરીકે કામ કરનારા આ બંને નેતાઓ આજે એક પક્ષની અંદર રહીને લડી રહયા હોવાની ચર્ચા સ્થાનિકોમાં છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે શનિવારે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપવા આવેલા બાવળીયાએ પત્રકારોને જણાંવ્યુ હતું કે હું જાહેર જીવનમાં લોકસેવા માટે આવ્યો છું અંગત સ્વાર્થ માટે નહિ. હું આમ – તેમ ફરવામાં માનતો નથી પાર્ટી જે લોકો કામ કરતા હોય તેનો વિચાર કરતી જ હોય છે અને આ નિર્ણય પક્ષે લેવાનો હોય છે અને મને ટિકીટ આપશે તેવો ભરોસો છે. જો કે કુંવરજીભાઈએ જાહેરમાં ભલે પક્ષ પર ભરોસો છે તેવુ કહયું પરંતુ તેમના નજીકનાં સૂત્રો કહે છે કદાચ પાર્ટી ટિકીટ ન આપે તેવા સંજોગો ઉભા થાય તો પણ તેઓ જસદણ બેઠક પરથી જ ધારાસભાની ચૂંટણી લડવા માટે મકકમ છે. દરમિયાન પક્ષનાં વર્તુળોમાં એવી ચર્ચા છે કે ચોટીલા અથવા તો બોટાદ બેઠક પરથી બાવળીયાને ચૂંટણી લડાવવા પક્ષમાં ચર્ચા ચાલી રહી છે. જો કે હજુ ચૂંટણીને આઠ – દસ મહિના બાકી છે ત્યાં સુધીમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.
રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે એવો સંકેત આપ્યો હતો કે રૂપાણી સરકાર વખતે પડતા મુકાયેલા મંત્રીઓ કુંવરજીભાઈ, જવાહર ચાવડા સહિતના કેટલાક આગેેવાનો પક્ષથી નારાજ છે. તેઓ પણ સમય આવ્યે પોતાના રાજકીય ભવિષ્ય અંગે નિર્ણય કરશે.
Read Also
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?
- 7 લાખ સુધી ટેક્સ નહિ, તો પછી 3-6 લાખ પર 5% ટેક્સ? દૂર કરો કન્ફ્યુઝન
- રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી
- અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
- મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા