GSTV

Battlegrounds Mobile India: PUBG લવર્સ માટે કામની વાત, આ ફોન્સમાં કામ નહીં કરે આ ગેમ

Last Updated on June 19, 2021 by Pritesh Mehta

Battlegrounds Mobile ની PUBG લવર્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ગુગલ પ્લે સ્ટોર પર તેનું બીટા વર્ઝન પહેલા જ આવી ગયું છે. તેનાથી PUBG લવર્સ ખુશ તો ચોક્કસ થઇ ગયા. પરંતુ, જાણવા જેવી વાત એ છે કે Battlegrounds Mobile ના લોન્ચની સતાવાર તારીખ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. તેની સાથે જ જણાવી દઈએ કે Battlegrounds Mobile અમુક મોબાઈલ ફોન્સમાં કામ નહિ કરે. Battlegrounds Mobile તરફથી આ સ્પષ્ટતા કરવામાં આવી છે આ ગેમ તમામ એન્ડ્રોઇડ ફોન પર નહીં રમી શકાય. તેના માટે મોબાઈલમાં 2 GB રેમ હોવી જરૂરી છે. સાથે જ આ ગેમ રમવા માટે તમારો મોબાઈલ Android 5.1.1 વર્ઝનનો હોવો જોઈએ.

Battlegrounds Mobile

આ રીતે ડાઉનલોડ કરો Battlegrounds Mobileનું બીટા વર્ઝન

બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયામાં લોગ ઈન કરવાની એક માત્ર રીત OTP ઓથેન્ટિકેશન રહેશે. બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા સપોર્ટ પેજ પર ઓટીપી ઓથેન્ટિકેશનના સંબંધમાં નિયમો સેક્શન ઉમેર્યો છે. જેમાં કેટલાંક દિશા નિર્દેશ બતાવે છે કે યુઝર્સ કેટલીવાર ઓટીપી, ઓટીપીની વેલિડિટીને લઈને રિકવેસ્ટ કરી શકે છે.

એક યુઝર ત્રણ વખત વેરીફાય કોડ નોંધી શકે છે ત્યારબાદ આ કામ નહીં કરે. એક વેરીફાય કોડ એક્સપાયર થયાના 5 મિનિટ સુધી માન્ય રહેશે અને ગેમર્સ 24 કલાક માટે આમ કરવા પ્રતિબંધિત થયા પહેલા 10 વખત એક કોડ માટે રિકવેસ્ટ કરી શકે છે. એક ફોન નંબર 10 એકાઉન્ટ સુધી રજીસ્ટર કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!