GSTV
Home » News » Review : જોતા પહેલાં જાણો કેવી છે શાહિદ-શ્રદ્ધાની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’

Review : જોતા પહેલાં જાણો કેવી છે શાહિદ-શ્રદ્ધાની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’

શ્રી નારાયણ સિંહના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મને નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. હવે શ્રી નારાયણે વીજળીના બિલ જેવા ગંભીર મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બત્તી દુલ મીટર ચાલુ’ બનાવી છે. આ ફિલ્મ શુટિંગ દરમિયાન વિવાદો વચ્ચે ધેરાઇ હતી. આખરે આ ફિલ્મ રિલિઝ થઇ ગઇ છે. ચાલો જાણીએ આખરે કેવી છે આ ફિલ્મ….

સ્ટોરી

ફિલ્મની સિટોરી ઉત્તરાખંડના ટિહલી જિલ્લાની છે. સ્ટોરી ત્રણ મિત્રો સુશીલ કુમાર પંત (શાહિદ કપૂર), નોટી એટલે કે લ‌લિતા નોટિયાલ (શ્રદ્ધા કપૂર) અને ત્રિપાઠી (દિવ્યેન્દ્રુ શર્મા)ની આસપાસ ફરે છે. આ ત્રણેય ખૂબ જ સારા મિત્રો છે. ત્રણેયના પરિવારે પણ એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપ્યો છે. હસી-ખુશી અને મજાથી ચાલી રહેલી ત્રણેયની જિંદગીમાં એક ભૂચાલ આવે છે.

 

ત્રિપાઠીની ફેક્ટરીમાં વીજળીનું બિલ ૫૪ લાખનું આવે છે, જ્યારે વીજળી પણ રોજ આવતી નથી. બિલની ચુકવણી કરવામાં સક્ષમ ન હોવાના કારણે અને પરિણામના ડર સામે લડવામાં ખુદને અસમર્થ મહેસૂસ કરીને ત્રિપાઠી આત્મહત્યા કરી લે છે.

આવા સંજોગોમાં એસ.કે. જે એક વકીલ પણ છે તે પોતાના મિત્ર સાથે થયેલા અન્યાય વિરુદ્ધ લડવાનું નક્કી કરે છે અને વીજળી કંપની સામે કેસ કરે છે. પોતાના મિત્ર તરફથી એસ.કે. કેસ લડે છે અને વીજળી કંપનીનો કેસ વકીલ ગુલનાર (યામી ગૌતમ) લડે છે. શું એસ.કે. પોતાના મિત્ર સાથે થયેલ અન્યાયનો બદલો લઇ શકશે? જ્યારે વીજળી જ નથી આવતી ત્યારે વીજળીનું બિલ આટલું બધું કેમ આવ્યું? આ બધી બાબતો ફિલ્મમાં દર્શાવાઇ છે.

 

બત્તી ગુલ મીટર ચાલુ ટોયલેટ એક પ્રેમકથાના ડાયરેક્ટર શ્રી નારાયણ સિંઘની સામાજિક ફિલ્મ છે. ઉત્તર ભારતમાં બેફામ થતી વીજચોરીની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ફિલ્મની પૂર્ણાહુતિ રૂપે આ બંનેએ હાર્ડ હાર્ડ જેવા શબ્દો ધરાવતા ગીત પરડાન્સ કર્યો હતો એવી જાણકારી પણ મળી હતી. આ ગીત મીકા સિંઘે ગાયું છે અને એમાં પ્યાર કા પંચનામ તથા ટોયલેટ એેક પ્રેમકથા ફેમ અભિનેતા દિવ્યેન્દુ શર્મા પણ નજરે પડે છે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી હતી.

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!