GSTV
Auto & Tech breaking news India News Trending

બેટરીની કિંમત વીજળી વાહનમાં નહીં ગણાય, વેરો 30 ટકા ઓછો થશે

સરકારએ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું વેચાણ અને નોંધણી બેટરી વિના શક્ય બનશે. આવા વાહનોની કુલ કિંમતના 30 થી 40 ટકા બેટરીની કિંમત હોય છે. સરકારના નિર્ણયથી આ વાહનોની કિંમતમાં ઘટાડો થશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા આજે અહીં એક નિવેદન આપવામાં આવ્યું છે.

બેટરીની કિંમત અલગ કરવા મંત્રાલયને કરાઈ હતી ભલામણ

મંત્રાલયે કહ્યું કે બેટરીની કિંમત દ્વિચક્રી અને ત્રણ પૈડા ઇલેક્ટ્રિક વાહનોના કુલ ખર્ચના 30 થી 40 ટકા છે. મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી કે બેટરીની કિંમત વાહનની કિંમતથી અલગ કરવી જોઈએ. આમ કરવાના બદલે સરકારે બેટરી વાહનો પર કોઈ પણ જાતના વેરા લેવા ન જોઈએ. ઉત્પાદન, ઉત્પાદનની ખરીદીના માલ, વેચાણ અને આરટીઓ એમ તમામ સ્તરે વેરા માફ કરી દેવામાં આવે તો રોડ પર માત્ર વિજળીથી ચાલતાં વાહનો જ જોવા મળશે. હાલ એક લાખનું વાહન મળે છે તેના પરના સરકારના તમામ વેરા માફ કરી દેવામાં આવે તો રૂ.25 હજારનું થઈ શકે છે. તો તમામ લોકો આવા વાહનો ખરીદતા થાય તેમ છે.

ઈ-વ્હિકલને પ્રોત્સાહન આપવા સરકારના પ્રયાસ

આ રીતે માર્કેટમાં બેટરી વિના ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો વેચી શકાશે. આ તેમની સ્પષ્ટ કિંમત ઘટાડશે. આ રીતે, OEM અથવા ઊર્જા સેવા પ્રદાતા એક અલગ બેટરી પ્રદાન કરી શકે છે. દેશમાં ઇ-વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે સરકાર અનેક પ્રોત્સાહનો આપી રહી છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના જીએસટી દરને 12% થી ઘટાડીને 5% કર્યો હતો. સરકારના આ પગલાથી ફક્ત ઇ-વાહનો ખરીદનારાઓને પ્રોત્સાહન મળશે જ, પરંતુ કંપનીઓને વધુમાં વધુ ઇ-વાહનો બનાવવા માટે પણ પ્રોત્સાહન મળશે.

MUST READ:

Related posts

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu

પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડોઃ વાળની અનેક સમસ્યાઓ કરે છે દૂર, આ રીતે કરો ઉપયોગ

Vishvesh Dave
GSTV