GSTV
Gujarat Government Advertisement

IPL 2020: ડેવિડ વોર્નર કહે છે પરાજયનું દુ:ખ નથી, આ તો થવાનું જ હતું

Last Updated on October 14, 2020 by Mansi Patel

આઇપીએલમાં મંગળવારે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની ટીમના 20 રનથી થયેલા પરાજય બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે જણાવ્યું હતું કે ક્રિકેટમાં આમ તો થતું જ રહે છે અમે દર વખતે જીતી શકીએ નહીં. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો.

તેણે મેચ બાદ જણાવ્યું હતું કે પિચ સ્લો હતી. મને લાગે છે કે અમારે એક એક્સ્ટ્રા બેટ્સમેનને રમાડવાની જરૂર હતી. અમે મેચ છેક સુધી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો પણ બાઉન્ડ્રી જ્યારે દૂર હોય છે ત્યારે આ બાબત આસાન હોતી નથી. આમ છતાં મારે એટલું  જ કહેવું છે કે આ ક્રિકેટ છે અને તેમાં પરિણામ ગમે તે આવી શકે છે તમે દર વખતે જીતી શકતા નથી.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ઉમેર્યું હતું કે અમે વિચાર્યું હતું કે 160નો સ્કોર બરાબર છે પરંતુ અમે પ્રારંભમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જો તમને સ્વિંગ બોલ મળે છે તો સમસ્યા આવી જાય છે. ટીમમાં છ થી સાત બોલર હોય તો ટીમને મદદ મળે છે.  આગામી મેચોમાં અમારે વિકેટને પારખીને તે મુજબ ટીમની રચના કરવી પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta

ડ્રેગનનો નવો પેંતરો / કોરોનાકાળમાં પણ ચીનની અવળચંડાઇ યથાવત, પેંગોંગ નજીક એકઠાં કર્યા અનેક હથિયારો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!