GSTV

પંદર મિનીટથી વધારે સમય સુધી નાહવું થઈ શકે છે ખતરનાક સાબિત, આ વાતોનું ખાસ ધ્યાન રાખો

Last Updated on September 8, 2020 by Bansari

ઓગષ્ટ-સપ્ટેમ્બરની ભેજવાળી ઋતુમાં, ગરમીને કારણે લગભગ દરેકને એમ લાગે કે ઠંડા પાણીથી ભરેલા એક ટબમાં આખો દિવસ બેસી રહેવું જોઈએ. જો કે, બ્રિટનની જાણીતી સ્કીન રોગ વિશેષજ્ઞસ્ટેસી ડીમેન્ટોએ જુદા જુદા અધ્યયનના આધારે પાણીમાં વધુ સમય વિતાવવાથી બચવાની સલાહ આપી છે. જો તેઓનું માનીએ, તો લાંબા સમય સુધી નહાવાથી ત્વચાનો કુદરતી ભેજ છીનવાઈ જાય છે, પણ ચેપ લાગવાનું જોખમ પણ વધે છે. 

મર્યાદિત સમય પાણીમાં વીતાવો

નિષ્ણાતના જણાવ્યા મુજબ વ્યક્તિએ દિવસમાં માત્ર 2-3 વાર જ સ્નાન કરવું જોઈએ. દર વખતે ઘડિયાળમં જોઈને પંદર મિનિટ જ પાણીમાં રહેવું જોઈએ. તેમણે કહ્યું કે લાંબા સમય સુધી સ્નાન કરવાથી શરીરમાં હાજર નેચરલ મોઈશ્ચરનો નાશ થાય છે. અને તેમાં સંક્રમણનો શિકાર થવાનું જોખમ વધી જાય છે.

વેક્સિન કરાવ્યા બાદ તરત ન નહાવું જોઈએ

શું તમે શેવિંગ કે વેક્સિન કરાવ્યા બાદ સીધા નહાવ છો?જો એમ હોય, તો તમે અજાણતાં ત્વચાને લગતા ચેપને બોલાવી રહ્યાં છો. નિષ્ણાતના કહેવા પ્રમાણે, વેક્સિંગ અને શેવિંગ ત્વચાના છિદ્રોને ખોલે છે. આવી સ્થિતિમાં, સ્નાન કરતી વખતે, સૂક્ષ્મજંતુઓ આ છિદ્રોમાં પ્રવેશી શકે છે અને પિમ્પલ્સની સમસ્યાને જન્મ આપે છે.

તેલને સીધું પાણીમાં ન નાંખો

એસેંશિયલ તેલ તેની મીઠી સુગંધથી શરીર અને તન-મનને આરામ કરવામાં મદદરૂપ થાય છે , પરંતુ તે પાણીમાં ઓગળતું નથી, તેથી ત્વચાને ફાયદો થતો નથી. નિષ્ણાંતે મુલાયમ, નરમ અને ચળકતી ત્વચા મેળવવા માટે જવના લોટમાં ઓગળ્યા બાદ પાણીમાં તેલ મિક્સ કરવાની સલાહ આપી છે.

મોઇશ્ચરાઇઝર લગાવવું સારું

લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ત્વચા શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે. માણસ ખંજવાળ અને જલન થવાની ફરિયાદ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં સ્નાન કર્યા પછી તરત જ મોઇશ્ચરાઇઝર અથવા નાળિયેર-ઓલિવ તેલ લગાવો.

READ ALSO

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!