પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં 100થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત અંગે જાણ થતા જ ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા
આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર વિભાગની અન્ય ગાડીઓને પણ ઘટના સ્થળે પહોંચવા જાણ કરવામાં આવી હતી. શોરૂમના માલિકના કહેવા પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે.

શોટ સર્કિટના કારણે આગ લાગી
શોરૂમમાં રહેલી નવી ગાડીઓની સાથે જ જે ગાડીઓ રિપેરિંગ માટે આવી હતી તે પણ સળગી ગઈ છે. શોરૂમના મેનેજરે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવ્યું હતું. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો થોડા સમય બાદ સામે આવશે.
Read Also
- પૈસા કમાઓ/ 1 રૂપિયાની નોટ તમને મિનિટમાં બનાવી દેશે લખપતિ!, જાણો કેવી રીતે
- સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન
- શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી
- હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ