Bath Mistake: ગરમીની સીઝન છે, આવી સ્થિતિમાં તમે જેટલી વાર નહાશો તેટલુ ઓછુ છે. વધતા તાપમાનના કારણે મોટાભાગના લોકો ત્રણથી ચાર વખત સ્નાન કરે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો એવી ભૂલો કરે છે, જે ન કરવી જોઈએ. ઘણા લોકો રાત્રે ભોજન કર્યા પછી સ્નાન કરે છે. તમને જણાવી દઈએ કે તમે આ રીતે ઘણી બીમારીઓને નોંતરુ આપી રહ્યા છો. ભોજન કર્યા પછી નહાવાની આદત તમારા માટે ખતરાની ઘંટડી બની શકે છે. આ કારણે તમારું વજન પણ વધી શકે છે અને એસિડિટી કે કબજિયાતની ફરિયાદ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ સિવાય કઈ કઈ એવી આદતો છે જેના કારણે તમે ઘણી બીમારીઓની ઝપેટમાં આવી શકો છો.

જમ્યા પછી સ્નાન ન કરો
સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન, તમારે જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમને કબજિયાતની ફરિયાદ થઇ શકે છે. હકીકતમાં, સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી.
જમ્યા પછી ક્યારેય ફળ ન ખાઓ
મોટાભાગના લોકો જમ્યા પછી ફળ ખાય છે. આવા લોકોને જણાવી દઇએ કે આવું કરીને તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો. ખરેખર, આમ કરવાથી તમને એસિડિટી થઈ શકે છે.

જમ્યા પછી ધૂમ્રપાન
તમે જોયું હશે કે કેટલાક લોકોને જમ્યા પછી ધૂમ્રપાન કરવાની આદત હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો આવું કરે છે તેઓ સાવધાન રહે, કારણ કે આમ કરવાથી તમારું વજન વધી શકે છે.
જમ્યા પછી તરત જ સૂવું
કેટલાક લોકોને જમ્યા બાદ જલ્દી ઊંઘ આવી જાય છે. આવી સ્થિતિમાં તમારું શરીર ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતું નથી. તેનાથી તમારું પાચનતંત્ર બગડી શકે છે. એટલા માટે કહેવાય છે કે જમ્યા પછી તરત જ તમારે 10-15 મિનિટ ચાલવું જોઈએ.
Read Also
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ
- પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ
- મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ
- વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના