ખ્યાતનામ ફૂટવેર કંપની બાટા (Bata)ની કમાન પહેલી વાર એક ભારતીયના હાથમાં જવાની છે. સંદીપ કટારિયાને બાટાએ ગ્લોબલ CEO (Bata Global CEO) નિમણૂંક કર્યા છે. આ અગાઉ તેઓ બાટા ઈંડિયાના CEO હતા, હવે તેમણે કંપનીના Global CEO તરીકે પ્રગતિ કરી છે.
સંદીપ કટારિયા બન્યા બાટાના બોસ
સંદીપ કટારિયાને તાત્કાલિક ધોરણે બાટાના ગ્લોબલ સીઈઓ બનાવ્યા છે. આ નિમણૂંક એટલા માટે ખાસ છે કે, બાટાના 126 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર સંદીપ કટારિયાના રૂપમાં કોઈ ભારતીય આ પદ પર પસંદગી પામ્યા છે. સંદિપ કટારિયા એલેક્સિસ નસાર્ડની જગ્યા લેશે. જે લગભગ છેલ્લા પાંચ વર્ષથી આ પોસ્ટ પર હતા. કટારિયાએ 2017માં પહેલી વાર બાટા કંપની જોઈન કરી હતી.


24 વર્ષનો લાંબો અનુભવ
આ અગાઉ તેમણે Unilever, Yum Brands અને Vodafone જેવી કંપનીઓમાં 24 વર્ષ સુધી પોતાની સેવાઓ આપી છે. આઈઆઈટી દિલ્હીમાંથી એન્જીનિયર કરનારા સંદીપ કટારિયા 1993ના PGDBM XLRI બેંચમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. સંદીપ કટારિયાને સત્ય નડેલા અને સુંદર પિચાઈની રેંકમાં જગ્યા મળી છે. વર્લ્ડની અમુક એવી લીડીંગ કંપની છે, જ્યાં ભારતીય લોકો લીડ કરી રહ્યા છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ