GSTV

Vastu Tips/ વસંત પંચમી પર આ શુભ મૂહૂર્તમાં કરો પૂજા, અહીંયા જાણો કેવી રીતે મળશે ભગવાન પાસેથી વરદાન

Last Updated on February 14, 2021 by Ankita Trada

મહા મહિનાની શુક્લ પંચમીને વસંત પંચમી હોય છે. દેશમાં આ દિવસથી વસંત રૂતુની શરૂઆત થઈ જાય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 16 ફેબ્રુઆરીના છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બળ અને બુદ્ધિ મળે છે. આ દિવસે શુભ કાર્ય કરવામાં આવે છે.

વસંત પંચમી પર બની રહ્યો છે શુભ યોગ

વસંત પંચમીના પર્વ પર આ ખૂબ જ ખાસ છે. આ વખતે વસંત પંચમી પર ખાસ યોગ બની રહ્યો છે અને ગ્રહોની ચાલમાં પણ ફેરફાર થાય છે. હિંદુ પંચાદ પ્રમાણે, આ વખતે અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે. તેના કારણે આ પર્વનું મહત્વ વધુ વધી જાય છે. આ વખતે વસંત પંચમી પર રેવતી નક્ષત્ર છે જે બુધ ગ્રહનું નક્ષત્ર માનવામાં આવે છે. જ્યોતિષોના મત પ્રમાણે બુધ ગ્રહને જ્ઞાન અને બુદ્ધિનું કારક માનવામાં આવે છે.

વસંત પંચમી શુભ મુહૂર્ત

પૂજાનું શુ મૂહૂર્ત: 16 ફેબ્રુઆરીના રોજ 3 વાગ્યે 36 મિનિટ પર શરૂ થઈ રહ્યુ છે જે 17 ફેબ્રુઆરીની સવારે 5 વાગ્યે 46 મિનિટ સુધી રહેશે. 16 ફેબ્રુઆરીના સવારે 6 વાગ્યેને 59 મિનિટથી બપોર 12 વાગ્યાને 35 મિનિટની વચ્ચે સરસ્વતી પૂજાનું વિશેષ મૂહૂર્ત છે.

ક્યારે શરૂ થઈ વસંત પંચમી

વસંત પંચમીના દિવસે જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા થાય છે. પૌરાણિક કથા પ્રમાણે શ્રી કૃષ્ણે દેવી સરસ્વતીથી ખુશ થઈને વરદાન આપ્યું છે કે, વસંત પંચમીના દિવસે તમારી પૂજા થશે.

વસંત પંચમી પર ભૂલથી પણ ન કરો આ ભૂલ

  • વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડા પહેરવામાં આવે છે કારણ કે, આ રંગ માતા સરસ્વતીને પસંદ છે. સાથે જ વસંતુ રૂતુનો પણ આ રંગ છે. કહેવામાં આવે છે કે, પીળા વસ્ત્ર ન પહેરો તો ઓછામાં ઓછું હાથના કાંડા પર પીળો રૂમાલ જરૂર બાંધી લો. જો તમે પીળા વસ્ત્ર પહેરી રહ્યા નથી તો કાળા રંગના વસ્ત્ર બિલકુલ ન પહેરો. પીળા રંગથી કોઈ મળતો આવતો રંગ પહેરી શકો છો, પરંતુ કાંડા પર પીળો રૂમાલ જરૂર બાંધી લો.
  • માતાની પૂજા બાદ દિવસભર સાત્વિક ભોજન કરો. માંસ, દારૂ અને તામસી ભોજન ન કરો.
  • કોઈની સાથે પણ ઝગડો ન કરો. ન તો કોઈની ચુગલી કે છેતરપિંડી કરો. શાંતિથી મનમાં માતા સરસ્વતીનું ધ્યાન કરો.
  • સવારે સ્નાન અને પૂજા પહેલા કંઈપણ ન ખાવ. પૂજા સુધી વ્રત રાખો, ત્યારબાદ પ્રસાદ ખાઈને વ્રત ખોલી શકો છો.
  • વસંત પંચમીના દિવસે ઝાડની કાપણી વગેરે ન કરો. તેનાથી પિતૃને કષ્ટ પહોંચે છે.

READ ALSO

Related posts

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!