GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

વિદેશી બની શકે છે ભારતની સૌથી જૂની ટેલીકૉમ કંપની, શું છે કારણ

દેશની સૌથી મોટિ સ્થાનિક ટેલીકૉમ કંપની ભારતી એરટેલ વિદેશી કંપનીમાં ફેરવાઇ શકે છે કે નહીં, એ અંગે અત્યારે શંકાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, એરટેલના એક પ્રમોટર ભારતી ટેલીકૉમે સિંગાપુરની સિંગટેલ અને અન્ય વિદેશી રોકાણકારો પાસેથી 4,900 કરોડ રૂપિયા રોકાણ મેળવવાની સરકારની મંજૂરી માંગી છે. આ રોકાણ સાથે જ દેશની સૌથી જૂની ટેલીકૉમ ઑપરેટર કંપની એક વિદેશી કંપની બની જશે.

ઉલ્લેખનિય છે કે, એરટેલ પ્રાઇવેટ સેક્ટરની ભારતની સૌથી જૂની કંપની છે. નવા એફડીઆઈથી ભારતી ટેલીકૉમમાં વિદેશી ભાગીદારી 50 ટકા કરતાં વધારે થઈ જશે અને આ એક વિદેશી કંપની બની જશે.

અત્યારે ભારતી ટેલીકૉમમાં ભારતી મિત્તલ અને તેમના નજીકના સંબંધીઓની 52 ટકા ભાગીદારી છે, જ્યારે ભારતી ટેલીકૉમની ભારતી એરટેલમાં લગભગ 41 ટકા ભાગીદારઈ છ્રે, જ્યારે 21.46 ટકા ભાગ શેર ધારક વિદેશી પ્રમોતરો પાસે છે, આ સિવાય ભારતી એરટેલમાં 37 ટકા ભાગ પબ્લિક શેર હોલ્ડર્સનો છે.

દૂરસંચાર વિભાગ આ રોકાણને આ મહિને મંજૂરી આપી શકે છે, આ પહેલાં દૂરસંચાર વિભાગે ભારતી એરટેલના એફડીઆઈ નિવેદનને નકારી દીધું હતું. વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીએ પોતાના નિવેદનમાં વિદેશી રોકાણકારોની સ્પષ્ટ માહિતી આપી નહોંતી.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!