આ વર્ષે કાળઝાળ ગરમીના કારણે વડોદરાવાસીઓ પણ અકળાઇ ગયા છે. તો પ્રાણીઓની તો શું વાત કરીએ.વાત કરીએ વડોદરાના પ્રાણી સંગ્રહાલયની તો કાળઝાળ ગરમી માટે પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં વેકેશન હોવા છતા લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. કારણકે ગરમી જ એટલી છે કે મુલાકાતીઓ આવી નથી રહ્યા.
પરંતુ બિચારા અહીં પાંજરામાં વસતા પ્રાણીઓનું શું તેઓ કાળઝાળ ગરમીમાં જાય તો જાય ક્યાં. ત્યારે આ પ્રાણીઓ માટે ઝૂ અથોરીટી દ્વારા વિશેષ વ્યવસ્થાના ભાગ રૂપે ગરમીથી રક્ષણ મળે તેવા ઉપાયો કરવામાં આવ્યા છે. જેમાં પ્રાણીઓ માટે પાણી તેમજ ગ્લુકોઝ સહિતની વિશેષ વ્યવસ્થા કરાઇ છે.
અહીં ગરમીમાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઠંડકના ઉપાય કરવામાં આવી રહ્યા છે. હિમાલયથી લાવેલા રીંછ માટે સ્પેશિયલ પાણીનો છંટકાવ કરાઇ રહ્યો છે. તો અન્ય પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જેથી પ્રાણીઓને ગરમીથી આંશિક રાહત મળી રહી છે.