GSTV

‘તમે સ્મશાને આવી જજો લાશ ત્યાં આવી જશે’, પતિનું મોઢુ જોવા માટે ચાર દિવસ વલખા મારતી રહી પત્ની અને…

કોરોના

વડોદરામાં કોરોનાની સારવાર માટે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ નક્કી કરવામાં આવી છે. અહી દાખલ થતા દર્દીઓ તથા તેમના પરિવારજનોની જો વાત માનવામાં આવે તો ગોત્રી હોસ્પિટલમાં ઘોર બેદરકારી ચાલી રહી છે અને આ બેદકારીના કારણે દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. આવો જ એક દાખલો મંગળવારે રાત્રે મૃત્યુ પામેલા ૫૦ વર્ષના કોરોના પોઝિટિવ દર્દી હરીશભાઇ રણછોડભાઇ રાણાનો છે.એમનો કોઇ બિમારી ન હતી, બે દિવસ અશક્તિ લાગતા ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા તો ત્યાથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવા માટે કહ્યું.

હરીશભાઇ રિક્ષા ચલાવતા હતા અને રાણાવાસ ફતેપુરામાં રહેતા હતા. તેમના પત્ની અને ૧૭ વર્ષનો પુત્ર અને ૧૮ વર્ષની પુત્રી સાથે રહેતા હરીશભાઇને ૨૦મી તારીખે તબિયત બગડી હતી. તેમના પત્ની સુશીલાબેનનું કહેવું છે કે ‘તેમને બે દિવસથી અશક્તિ લાગતી હતી એટલે ૨૨મી તારીખે તેમને ખાનગી હોસ્પિટમા લઇ ગયા ત્યા એક દિવસ રાખ્યા અને બ્લડ ટેસ્ટ કરાવ્યા તો બધુ નોર્મલ આવ્યુ એટલે ડોક્ટરે કહ્યું કે કોરોનાની શંકા છે ગોત્રી હોસ્પિટલમા લઇ જાવ. અમે તા.૨૩મીએ તેમને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા તેઓને એક રૃમમાં આઇસોલેટેડ કરી દેવામાં આવ્યા. હું રાત્રે હોસ્પિટલમાં જ રોકાઇ પરંતુ તેમને મળવા દેવામાં ના આવ્યા. બીજા દિવસે રવિવારે હું નહાવા માટે ઘરે આવી અને પછી મે તેમને ફોન કર્યો તો તેઓએ ફોન ના ઉપાડયો. વારંવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા ન હતા એટલે હું હોસ્પિટલ પહોચીને તપાસ કરી તો મને એવુ કહેવામાં આવ્યુ કે તેઓ પલંગ પરથી પડી ગયા છે અને બેભાન થઇ જતા આઇસીયુમાં દાખલ કર્યા છે.

મે તેમને જોવા માટે કહ્યું તો મને મળવા ની ના પાડી દેવામાં આવી. મારી તેમની સાથે શનિવારે ફોન ઉપર વાત થઇ હતી તેઓ કહેતા હતા કે જમવાનું નથી આપ્યુ અને પિવાનું પાણી પણ નથી. મને લાગે છે કે અશક્તિના કારણે તેઓ સવારે પડી ગયા હશે. ત્યાં ઘોર બેદકરારી છે. કોઇ ધ્યાન આપવાવાળુ નથી. રવિવારે સવારે બેભાન હાલતમાં તેમને આઇસીયુમાં દાખલ કરાયા પછી અમને મળવા દેવામાં નથી આવ્યા. હુ ત્રણ દિલસ હોસ્પિટલમા જ રોકાઇ હું રોજ ડોક્ટરો અને નર્સને કરગરતી હતી કે મને મળવા દો…. વિડિયો કોલ કરીને મને એક વાર મોઢુ બતાવો પણ કોઇએ મારી મદદ ના કરી. તેમને શું થયુ છે એ પણ કોઇ કહેતુ નહતું. છેલ્લે મંગળવારે સાંજે અમને કહેવામાં આવ્યુ કે તેમને કોરોના થયો છે અને રાત્રે એક વાગ્યે કહ્યું કે તેમનું ડેથ થયુ છે. ચાર દિવસથી મે મારા પતિનું કે બાળકોએ તેના પિતાનું મોઢુ પણ જોયુ નથી અને મંગળવારે અમને કહ્યું કે સીધી સ્મશાનમાં પહોંચી જાવ ત્યાં લાશ આવી જશે. હું ચાર દિવસ હોસ્પિટલમાં રોકાઇ મે જોયુ રોજ રાત પડે એટલે લાશોની લાઇન લાગે છે અને મંગળવારે મારા પતિની લાશ આ લાઇનમાં આવી.

Read Also

Related posts

ગરમ પાણી સાથે મધનું સેવન કરતાં હોય તો તરત જ બદલી નાંખો આ આદત, સાઇડ ઇફેક્ટ્સ જાણી લો નહીંતર પસ્તાશો

Bansari

સુરત/ મહિલા કોર્પોરેટર માસ્ક વગર ગરબે ઘૂમ્યા, ફેસબૂક પર લાઈવ થયા- વીડિયો વાયરલ થતા સુરતીઓમાં ભારે રોષ

pratik shah

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!