GSTV
Home » News » વડોદરામાં લોકોએ હલકી ગુણવત્તાનું વાઇ-ફાઇ ટાવરનું કામ અટકાવ્યુ

વડોદરામાં લોકોએ હલકી ગુણવત્તાનું વાઇ-ફાઇ ટાવરનું કામ અટકાવ્યુ

વડોદરા મહાપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત વાઈ-ફાઈ ટાવર લગાવવાના કામમાં પોલંપોલ થઈ હોવાનો આરોપ લાગ્યો છે. અને આ મામલે સ્થાનિકોએ હોબાળો મચાવતા કોન્ટ્ર્કાટરો કામ બંધ કરી ફરાર થયા છે. શહેરના માંજલપુર ખાતે વાઈફાઈ ટાવર ફીટ કરવા માટેની કામગીરી કરવામાં આવી. જેમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જે પ્લિન્થ પિલરમાં સિમેન્ટ કપચી નાખવાની હોય છે. તે તૈયાર કરેલા સામાનમાં માટી દેખાતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. અને 80 ફુટ ઉંચા ટાવર ગમે ત્યારે પડી શકે છે. અને લોકોને નુકશાન થઈ શકે છે તેમ લોકોએ આરોપ લગાવ્યો. અધિકારીઓ મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ કામ કરતા હોવાનો પણ આરોપ છે.

Related posts

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Kaushik Bavishi

જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!