GSTV

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

કોરોના

સરકારી આંકડાઓને સાચા માનીને કોરોનાના ભય વગર બિનધાસ્ત ફરી રહેલા વડોદરાના લોકો માટે એ જાણવુ જરૃરી છે કે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧,૩૨૨ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે આ આંકડો બિનસત્તાવાર છે જ્યારે સરકારી ચોપડે તો કોરોનાથી હજુ માત્ર ૧૮૩ મૃત્યુ જ નોંધાયા છે.

હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો

કોરોના

આ દરમિયાન વડોદરામાં આજે વધુ ૨૨ કોરોના પોઝિટિવ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો જેમાં ૩૫ વર્ષના માંજલપુરના યુવકનો પણ સમાવેશ થાય છે. આ યુવક કાલે માંજલપુરમાંથી બેભાન હાલમાં મળી આવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન આજે તેનું મોત થયુ હતું.આજે મૃત્યુ પામેલા દર્દીઓમાં વડોદરાના ૧૪ અને વડોદરા બહારના ૮ દર્દીઓનો સમાવેશ થાય છે.

24 કલાકમાં આટલા કોરોના સંક્રમિત

આ દરમિયાન શહેરમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન વધુ ૧૨૪ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા તો આજે ૧૧૧ દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૦,૯૪૯ પોઝિટિવ કેસ નોંધાઇ ચુક્યા છે જેમાંથી ૯,૨૩૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં ૧,૫૨૨ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૧૫૦ દર્દીઓ ગંભીર હોવાનું જાણવા મળે છે. ગત સપ્તાહમાં ગંભીર દર્દીઓનું પ્રમાણ સરેરાશ ૧૫૦ રહેતુ હતુ પરંતુ એક સપ્તાહથી તેમાં સતત વધારો થઇ રહ્યો છે જે તંત્ર, હોસ્પિટલા અને ખાસ કરીને લોકો માટે પણ ચિંતાનો વિષય છે.

Read Also

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!