GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સાસુએ નગ્ન થઈ પોતાના શરીર પર ફેરવ્યો હાથ, પુત્રવધુને કહ્યું, ઘરમાં રહેવું હોય તો આ કામ કરવું પડશે…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પરની સોસાયટીમાં રહેતી યુવતીના હાલોલમાં લગ્ન થયા બાદ બીબીએ થયેલા પતિ તેમજ સાસુ અને દુબઇમાં રહેતા જેઠે માનસિક- શારીરિક ત્રાસ આપી દહેજમાં રૃા.૧૫ લાખ માંગી ઘરમાંથી યુવતીને કાઢી મુકતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. આ અંગેની વિગત એવી છે કે ન્યુ વીઆઇપી રોડ પરની સુશીલપાર્ક સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ એસ. શાહ થોડા સમય પહેલાં જ કુબેરભવન ખાતેના આઠમા માળે આવેલી સિચાઇ વિભાગની કચેરીમાંથી સિનિયર ક્લાર્ક તરીકે નિવૃત્ત થયા છે. તેમની બે પુત્રી પૈકી નાની પુત્રી કિન્નરીના લગ્ન હાલોલમાં પાવાગઢ રોડ પર ગ્રાન્ડ ડેવલપમેન્ટ બેક નજીક રહેતા દર્શન ચંદ્રકાંત શાહ સાથે મે-૨૦૧૯માં થયા હતાં. લગ્ન બાદ કિન્નરી સાસરીમાં રહેવા ગઇ હતી.

મારા છોકરાને હનુમાનજીની હાજરી આવે છે અને મને…

પતિએ બીબીએ સુધીનો અભ્યાસ કર્યો હોવાથી તે હાલોલ જીઆઇડીસીમાં વિક્રાંત ઓટો સસ્પેન્શન કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. જ્યારે જેઠ રાહુલ દુબઇ ખાતે રહે છે. કિન્નરી પતિ અને સાસુ રેણુકાબેન સાથે રહેતા હતાં. સાસુએ લગ્ન બાદ કિન્નરીને જણાવેલ કે મને નવનાથની તેમજ દત્તાત્રેયની હાજરી અને મારા છોકરાને હનુમાનજીની હાજરી આવે છે. લગ્નના થોડા દિવસો બાદ સાસુએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. આ અંગે જ્યારે યુવતી પતિને જાણ કરતી તો પતિ પણ માતાનું ઉપરાણું લઇને માર મારતો હતો.

ધુણતા ધુણતા શરીર પર હાથ ફેરવી

યુવતીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને જેઠ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા સાસુ પતિની ગેરહાજરીમાં સંપૂર્ણ નગ્ન થઇને ઘરમાં ધુણે અને ધુણતા ધુણતા પોતાના શરીર પર હાથ ફેરવી જણાવે કે તારે આ ઘરમાં રહેવું હોય તો નોકરી કરવી પડશે તું નોકરી નહી કરે તો જમવાનું પણ નહી આપીએ. બાદમાં સાસુ જમવાનું પણ આપતા ન હતા જેથી યુવતી મમરા ખાઇને રહેતી હતી. લગ્નના એક મહિનામાં જ પતિએ ઘરમાંથી કાઢી મુકતા યુવતી પિયર આવી ગઇ હતી અને અંકોડીયા ખાતે ઇન્દુ આયુર્વેદા હોસ્પિટલમાં નોકરી કરી સ્ટાફ ક્વાટર્સમાં રહેતી હતી.

યુવતીને રહી ગયો ગર્ભ

જો કે પતિ પણ સ્ટાફ ક્વાટર્સમાં રહેવા આવ્યો હતો આ સમય દરમિયાન યુવતીને ગર્ભ રહી ગયો હતો પરંતુ પતિએ મારઝુડ કરી હતી અને માનસિક સ્થિતિ સારી નહી હોવાથી યુવતીએ નોકરી પણ છોડી દેવાની ફરજ પડી હતી. થોડા સમય બાદ યુવતી સાસરીમાં રહેવા ગઇ ત્યારે પતિ અને સાસુએ રૂપિયા ૧૫ લાખ દહેજમાં લઇ આવ પછી ઘેર આવજે તેમ કહ્યું હતું. એટલું જ નહી પરંતુ યુવતીના ગર્ભમાં ઉછરતું બાળક પણ મૃત્યુ પામ્યું હતું. ઉપરોક્ત વિગતો સાથેની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

READ ALSO

Related posts

CBSEના ધોરણ 10, 12માના રિઝલ્ટની તારીખો થઈ ગઈ ફાયનલ, એવી બબાલ થઈ કે ખુલાસા કરવા પડ્યા

Mansi Patel

ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

યુપીનો ‘વિકાસ’ મધ્ય પ્રદેશમાંથી પકડાતા રાજકારણ ગરમાયું, ભાજપ કોંગ્રેસ વચ્ચે ટ્વીટર પર હંગામો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!