GSTV

વિદ્યાર્થીએ કરી કમાલ : ભંગાર માંથી કર્યું એવું કામ કે નથી પડતી હવે પેટ્રોલ ડીઝલની જરૂર, ઉંમર જાણીને તમે પણ ચોકી જશો

Last Updated on September 5, 2021 by Pritesh Mehta

જ્ઞાન પૈસાનો મોહતાજ નથી આ વાક્યને સાર્થક કરે છે 12 સાયન્સમાં અભ્યાસ કરતો વડોદરાનો નિલ શાહ. આ વિદ્યાર્થીએ ભંગારની સાયકલમાંથી સૌર ઊર્જા થી ચાલતી સોલાર સાયકલ બનાવી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવોને લઈ પડતી મુશ્કેલીઓનો પર્યાય શોધી કાઢ્યો છે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો નિલ શાહ નાની ઉંમરે જ ટેક્નિકલ દીમાગથી આ સિદ્ધી હાંસલ કરી શક્યો છે.

નીલ અત્યારસુધી ટ્યૂશન વિના જ શાળામાં અવ્વલ નંબરે ઉતિર્ણ તો થયો જ છે. પરંતુ હવે તેનું નામ આ અનોખી સાયકલ તૈયાર કરવાના કારણે વડોદરામાં જાણીતુ બન્યું છે. નીલના પિતા પ્રદ્યુમ્ન શાહ ફિશરિંગ વિભાગમાં ડ્રાઇવરની ફરજ બજાવતા હતા. જે હાલ નિવૃત્ત છે અને 16000ના પેંશન પર પરિવાર નું ગુજરાન ચલાવે છે. સાયન્સ પ્રવાહમાં ભણતા પુત્ર નો ખર્ચ અને તેની આવડતને પરિપૂર્ણ કરવાનો નીલના પિતાનો લક્ષ્યાંક છે. ત્યારે સૌર ઉર્જાથી ચાલતી સાયકલ નીલે તૈયાર કરતા જ નિલના પિતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે

નિલ સ્વપ્ન છે ફિઝિક્સમાં પી. એચ. ડી કરવું અને તેના તમામ સપના પૂર્ણ થાય તેવી નીલના પિતાની પણ ઇચ્છા છે.  નીલે ભંગારની સાયકલમાં 8 થી 10 હજરાનો ખર્ચ કરીને જે રીતે બેસ્ટ સોલાર સાયકલ તૈયાર કરી છે. તે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. જેઓ કંઇક સવિશેષ કરવાની ઇચ્છા ધરાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણસમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારનાસમાચાર.

MUST READ:

Related posts

Corona Blast in MSU : આજે વધુ 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં, આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ

Dhruv Brahmbhatt

નવું સંશોધન/ આપણી આંખો જોઈને હવે બતાવી શકાશે કે આપણું ક્યારે થવાનું છે મોત, ક્યારે માંદા પડવાના છો એ પણ જાણી શકાશે

Pravin Makwana

IPL 2022 Mega Auction/ IPLની હરાજીમાં શામેલ થશે 1214 ખેલાડી, 2 કરોડ પ્રાઈઝવાળા 49 ખેલાડીઓ છે લાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!