GSTV
Baroda Trending ગુજરાત

વડોદરા / રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવામાં તંત્ર નિષ્ફળ, જવાબદારોને સજા કરાવવા માટે કોર્ટમાં અપાશે લડત

ઢોર

વાઘોડિયા રોડ પર બે દિવસ અગાઉ ગોવર્ધન ટાઉનશિપ નજીક રખડતી ગાયે પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી હેનિલને અડફેટે લઇ શિંગડું મારી દેતા તેની આંખને ગંભીર ઇજા થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં ઓપરેશન કરવું પડયું હતું. કોર્પોરેશનના તંત્રની બેદરકારી અને રોડ પર રખડતા ઢોર છૂટા મૂકી દેનાર ગોપાલકો સામે સખત હાથે કામ લેવામાં બોદું પૂરવાર થયેલા તંત્ર સામે લોકોમાં અને ખાસ તો હેનિલના માતા-પિતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક આશાસ્પદ વિદ્યાર્થીની જિંદગી અંધકારમય બનાવી દેનાર તંત્ર સામે કેસ કરવા માટે વિચારણા થઇ રહી છે અને કોંગ્રેસ પણ તેની સાથે જોડાઇને પૂરો સહયોગ આપી રખડતા ઢોરની સમસ્યા હલ કરવા મુદ્દે આંદોલન ચલાવશે.

ઢોર

કોંગ્રેસના પૂર્વ નેતા અને સિનિયર કોર્પોરેટર સહિત કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરો આજે હેનિલના ઘરે ગયા હતા અને ત્યાં જઇને તેમના દુખી માતાપિતાને મળ્યા હતા. તેમના જણાવાયા મુજબ હેનિલને ખાનગી હાસ્પિટલમાં પ્રથમ સારવાર માટે લઇ ગયા ત્યારે સૌ પ્રથમ તેઓ ડિપોઝિટ પેટે રૃા.૩૦ હજાર ભરો તો પછી જ સારવાર કરીશું, તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું અને પોલીસ ફરિયાદ માટે કાગળો તૈયાર કરવાના પણ રૃા.૨ હજાર માગ્યા હતા. સમગ્ર વડોદરાને ઢોરમુક્ત બનાવવા અગાઉ કોર્પોરેશનના શાસકોએ મોટી મોટી વાતો કરી હતી, તે સાવ બોગસ પૂરવાર થઇ છે. ઢોરો પકડવા માટે ત્રણ શિફટમાં કામગીરી અને ઢોર માટે ટેગિંગ સહિતની કામગીરી સખતાઇથી કરવા બણગા ફૂંક્યા હતા, તમામ નિરર્થક સાબિત થયા છે.

ઢોર

હેનિલના માતા-પિતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, રખડતા ઢોર મુદ્દે કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે. મારા દિકરાની જેમ બીજા કોઇના દિકરા રખડતા ઢોરનો ભોગ બને નહીં તેને ધ્યાનમાં રાખી રખડતા ઢોર બંધ કરાવવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આ સામે પોલીસ ફરિયાદ અને કોર્ટ રાહે કાર્યવાહી કરી જવાબદારોને સજા થાય તે માટે કોર્ટ સમક્ષ અપીલ કરીશું.

Read Also

Related posts

માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Bansari Gohel

સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો

Hemal Vegda

સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો

pratikshah
GSTV