GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કશુ નથી કહીને ડોક્ટરે રવાના કરી દીધા હતા તે જ સ્પેનના દર્દીને Corona નીકળ્યો

corona

મૂળ માંજલપુરના પરંતુ કેટલાક સમયથી સ્પેન સ્થાઇ થયેલા અને બિઝનેસ માટે વર્ષમાં બે થી ત્રણ વખત વડોદરા આવતા ૪૯ વર્ષના દર્દીને Corona પોઝિટીવનું નિદાન થયુ છે. આ કિસ્સામાં દર્દીની પોતાની બેદરકારી ઉપરાંત એસએસજી હોસ્પિટલ અને સરકારની બેદરકારીથી આ દર્દી થકી અનેક લોકોમાં કોરોના ફેલાયો હોવાનો ડર ઉભો થયો છે.

આ દર્દી જેમના સીધા સંપર્કમાં આવ્યા હતા અને ત્રણ થી ચાર દિવસ જેમની સાથે રહ્યા હતા તેવા તેમના સાળાને પણ હાલમાં ક્વોરેન્ટાઇન કરાયા છે તેમની સાથે વાત કરતા જાણવા મળ્યુ કે જો આ દર્દીને સમયસર એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તો કોરોના તેમના થકી સ્પ્રેડ થતો અટક્યો હોત.

દર્દીના સાળા કહે છે કે તા.૯મી માર્ચે આ દર્દી સ્પેનથી મુંબઇ આવ્યા હતા. તેઓ મુંબઇ રોકાયા હતા અને ૧૦મી માર્ચની રાત્રે વડોદરા આવ્યા હતા અને માંજલપુરમાં તેમના ઘરે રોકાયા હતા તેમને પરિવાર સ્પેનમાં જ છે તેઓ એકલા જ આવ્યા છે. ૧૧મી તારીખે મારો સંપર્ક કર્યો હતો અને તાવ આવે છે તેવુ કહ્યું હતું જે બાદ તેમણે કોઇ ડોક્ટર પાસે તાવની દવા લીધી હતી એટલે તાવ કાબુમાં આવી ગયો હતો. તા.૧૬ માર્ચ સોમવારે તેમણે કહ્યું કે હજુ તબિયત સારી નથી લાગતી એટલે અમે એસએસજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં પહોંચ્યા તો ત્યા ડોક્ટરોએ તપાસીને કહી દીધું કે કોરોનાના કોઇ લક્ષણો નથી એમ કહીને અમને રવાના કરી દીધા.

પરંતુ રાત્રે તબિયત વધુ ખરાબ થતા મંગળવારે ખાનગી ડોક્ટરને બતાવ્યુ તો તેઓએ સ્પષ્ટ કહ્યું કે કોરોનાના જ લક્ષણો છે એટલે અમે ચેસ્ટનો એક્સ રે કઢાવીને તુરંત એસએસજી હોસ્પિટલ પહોંચ્યા અને એક્સ રે બતાવીને કહ્યું ત્યારે તેઓએ દાખલ કર્યા’

આટલી જગ્યાએ ફરી ચુક્યો છે Coronaનો આ દર્દી

ઉલ્લેખનિય છે કે આ દર્દી તા.૯ની રાતથી ૧૦મીની રાત સુધી મુંબઇમાં રોકાયા હતા ત્યાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા ? તેઓ જે બસમાં મુંબઇ થી વડોદરા આવ્યા ત્યારે તેમની સાથે કેટલા મુસાફરો મુસાફરી કરતા હતા ? વડોદરામાં તે તેમના સંબંધિઓ, મિત્રો અને અન્ય લોકોને પણ મળ્યા હતા આમ એક અઠવાડિયામા આ દર્દી સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હતા તે તમામને કોરોનાનો ચેપ લાગવાની પુરી શક્યતાઓ છે.

Coronaની જાહેરાત માત્ર નિતિન પટેલ જ કરશે તેવી સરકારની જીદ્દના કારણે ફેલાવો વધુ થવાની પૂરી સંભાવના

સ્પેનથી વડોદરા આવેલા ૪૯ વર્ષના દર્દીને કોરોના પોઝિટિવનું નિદાન થયુ છે આ દર્દીના સાળા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે હું ૧૦ તારીખથી તેમની સાથે જ છું. તા.૧૭મી એસએસજીમાં દાખલ કરાયા અને આજે સવારે ૧૧ વાગ્યે ગાંધીનગરથી નિતિન પટેલે જાહેરાત કરી કે વડોદરામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. આ એક કેસ એટલે મારા બનેવીનો. અમને પણ સવારે સરકારી જાહેરાત બાદ જ જાણ કરવામાં આવી અને પછી અમને હોમ ક્વોરેન્ટાઇન માટે સૂચના આપવામાં આવી. આ આશ્ચર્યની વાત છે કે શું સવારે જ રિપોર્ટ આવ્યો ? આરોગ્ય તંત્રને રિપોર્ટની જાણ અગાઉથી હોવી જ જોઇએ જો તેઓએ અમને અગાઉથી જાણ કરી હોત અને હોમ ક્વોરેન્ટાઇનની સૂચના આપી હોત તો અમે પણ સાવચેત થઇ ગયા હોત. પરંતુ નિતિન પટેલ જ કોરોનાની જાહેરાત કરે તેવી સરકારની જીદ્દના કારણે કોરોના વધુ ફેલાવાની સંભાવના છે.

આ દર્દી સંખેડા તાલુકાના હરેશ્વર ગામે પણ ગયા હતા

સ્પેનના ૪૯ વર્ષના દર્દી વડોદરા આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હરેશ્વર ગામે રહેતા તેમના ભાઇના ઘરે પણ ગયા હતા અને કેટલાક લોકોને મળ્યા હતા. આજે સ્પનથી આવેલા દર્દીનો રિપોર્ટ પોઝિવીટ આવતા હરેશ્વર ગામે રહેતા તેમના ભાઇ અને પરિવારના સભ્યો મળીને ૬ વ્યક્તિઓને છોટાઉદેપુર ખાતે ક્વોરેન્ટાઇન કરાયા છે.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!