GSTV

સવારના 3 વાગ્યા બાદ આ શહેરમાં ખેડૂતો માટે પણ પ્રતિબંધ, વેપારીઓને અપાઈ આ ચીમકી

corona

વડોદરા શહેરમાં કોરોનાંના વધતાં જતાં વ્યાપને કારણે સયાજીપુરા માર્કેટયાર્ડ ખાતે અગત્યના નિર્ણય લેવામાં આવ્યો. જેમાં તમામ ખેડૂતોએ તેમની શાકભાજી સવારે 3 વાગ્યા પહેલાં માર્કેટયાર્ડમાં લાવીને ખાલી ખાલી કરવાની રહેશે. 3 વાગ્યા બાદ કોઈપણ ખેડૂતને શાકભાજી સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. માલ ખરીદવા વાળા વાહનોને 4 વાગ્યાથી વાહનોના સો-સોના લોટ વાઈઝ પ્રવેશ આપવામાં આવશે. દરેક વેપારીઓએ આવેલા શાકભાજીનું વેચાણ સવારે 4 કલાકથી કરવાનું રહેશે. આ સાથે ખેડૂતો જે વાહનોમાં આવ્યા હોય તે જ વાહનોમાં પરત ફરવાનું રહેશે. દુકાને માલ ખરીદ કરવા આવનાર વેપારીઓએ ફરજીયાત પણે માસ્ક પહેરેલાં વ્યક્તિને માલ વેચવાનો રહેશે.

સમગ્ર રાજ્યમાં Coronaનું સંકટ વધી રહ્યુ છે. ગુજરાતમાં Corona પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા Coronaના કુલ કેસ 241 થયા છે.ગતરાતે સુરતમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં Coronaગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ Corona પોઝિટિવ આવ્યો છે.ટોટલ પોઝીટીવ 243 સામે આવ્યા છે. જ્યારે વિદેશ પ્રવાસ 33 કેસ આંતરરાજ્ય 32 લોકલ 176 કેસો સામે આવ્યા છે. સૌથી વધુ પોઝીટીવ કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યાં 133 કેસો સામે આવ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેના બંને મુખ્ય દરવાજાઓ પર Corona ડીશ ઇન્ફેક્શન યુનિટ મૂકવામાં આવ્યા છે. હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંમાં લોકડાઉન છે ત્યારે કેટલીક સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે લોકોની અવર જવર ચાલુ હોય છે ત્યારે સાવચેતીના ભાગ રુપે પાલિકાની કચેરીમાં બે સ્થળો પર આ યુનિટ મૂકવામાં આવ્યા છે. હાલ વડોદરાના નાગરવાડા અને તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને વડોદરામાં અત્યાર સુધીમાં Corona પોઝિટિવ 18 કેસ નોંધાયા છે અને બે લોકોના આ બીમારીના પગલે મોત થયા છે તંત્ર હાલ એલર્ટ પર છે ત્યારે સેવાસદન દ્વારા ખાસ આ યુનિટ મૂકવામાં આવ્યું છે.

નવા 55માંથી 50 કેસ અમદાવાદ હોટપોસ્ટ વિસ્તારમાં નોંધાયા

જ્યારે દાહોદમાં પણ એક પોઝીટિવ કેસ થયો છે. રાજ્યમાં ગઈકાલે બપોર બાદ વડોદરાના હોટસ્પોટ નાગરવાડામાં પાંચ અને ભાવનગરના હોટસ્પોટ સાંઢીયાવાડમાં બે અને અમદાવાદમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કુલ 133 કેસો છે. રાજ્યમાં વધતા Coronaના કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે વધુ એક Corona પોઝીટીવ દર્દી સંપૂર્ણ સાજો થઈને ઘરે પહોંચ્યો છે..અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનો સૌ પ્રથમ પોઝીટીવ કેસ બન્યો હતો..તે દર્દીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ હતી.અને ત્યાં સંપૂર્ણ સારવાર બાદ તેઓ ઘરે સહીસલામાત પહોંચતા સોસાયટીના રહીશોએ તાળીઓ વગાડી તેમની સ્વાગત કર્યુ હતુ.

રાજ્યમાં નવા 55 કેસોની વિગત

  • અમદાવાદ 50 કેસ
  • સુરત 02 કેસ
  • દાહોદ 01 કેસ
  • આણંદ 01 કેસ

રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નિપજ્યા

ગુજરાતમાં Corona પોઝિટીવ કુલ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે વધુ નવા 55 કેસ સામે આવતા Coronaના કુલ કેસ 241 થયા છે. જે નવા 55 કેસ આવ્યા છે તે પૈકી 50 કેસ એકલા અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે.આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગની પ્રક્રિયા વેગવાન બનાવતા એકસાથે વધુ પ્રમાણમાં પોઝિટીવ કેસ સામે આવ્યા છે..પરંતુ આના કારણે લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. Coronaને કારણે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. પરિણામે રાજ્યમાં અત્યાર સુધી કુલ 18 લોકોના મોત નિપજ્યા છે.

Read Also

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!