GSTV
Gujarat Government Advertisement

ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સ્થિતિ/ સાવલી CHCમાં કોવિડ સેન્ટર ચાલુ કર્યાના 15 કલાકમાં જ ઓક્સિજન બેડ ફુલ

બેડ

Last Updated on May 6, 2021 by Bansari

વડોદરા જિલ્લાના અંતરિયાળ ગામડાંઓમાં કોરોનાના કેસો વધી જતાં ગંભીર સ્થિતિ સર્જાઇ છે. સાવલી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે દિવસ પહેલાં જ ધારાસભ્ય દ્વારા કોવિડ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.જેમાં ઓક્સિજનના ૬૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે આ કોવિડ સેન્ટરમાં માત્ર ૧૫ કલાક જેટલા ટૂંકા સમયમાં જ તમામ બેડ ભરાઇ ગયા હતા.જેના કારણે દાખલ થવા માટે આવેલા છ દર્દીને સારવાર માટે બીજે વ્યવસ્થા કરવી પડી હતી.

કોરોના

સાવલી તા.પંચાયતની ચૂંટણી જીતનાર ભાજપના મહિલા સદસ્ય કોરોના સામેનો જંગ હારી ગયા

વડોદરા જિલ્લાની સાવલી તાલુકા પંચાયતમાં તાજેતરમાં ચૂંટણી જીતનાર ભાજપના મહિલા  ઉમેદવાર કોરોના સામેના જંગમાં હારી જતાં તાલુકામાં શોકની લાગણી વ્યાપી છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોના સંક્રમણમાં આગેવાનો પણ સપડાઇ રહ્યા છે.સાવલી તાલુકામાં થોડા સમય પહેલાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પત્ની અને પુત્રનું માત્ર બે દિવસમાં જ મોત થયું હતું.જેમાં પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આવા જ વધુ એક બનાવમાં સાવલી તાલુકા પંચાયતની પોઇચા બેઠક પરથી ચૂંટણી જીતેલા મીનાબેન કનુભાઇ ગોહિલ (તાડિયાપુરા) કોરોના સંક્રમિત થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા  હતા.જ્યાં તેમનું મોત થયું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!