GSTV

બરોડામાં ST ડેપો પાસે રીક્ષા સ્ટેન્ડ બંધ કરતાં રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો

વડોદરા એસટી ડેપો સ્થિત રીક્ષા સ્ટેન્ડ બંધ કરી દેવાતા રીક્ષા ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રીક્ષા ચાલકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો. રીક્ષા સ્ટેન્ડ પર ખાણીપીણીની લારીઓ ખડકી દેવાતા રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકડાઉનમાં આર્થિક તંગીથી પીડાતા રીક્ષા ચાલકો અનલોકની રાહ જોતા હતા.

જો કે પીપીપી ધોરણે એસટી ડેપો મેળવી હવે સંચાલકો દ્વારા મનસ્વી નિર્ણય લેવાયો હોવાનો આરોપ લાગ્યો છે. રીક્ષા સ્ટેન્ડ બંધ કરતા 50 થી 60 પરિવારોને ખાવાના ફાંફા પડ્યા છે. એસટી ડેપોના સિક્યુરિટી ઇન્ચાર્જે જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીને પગલે રીક્ષા સ્ટેન્ડ બંધ કરાયું છે. મેનેજમેન્ટ નિર્ણય લેશે તો માર્ગદર્શિકા અનુસાર કામગીરી કરવામાં આવશે.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!