GSTV

વડોદરા રેપ કેસના નરાધમોને લઈ પોલીસ પહોંચી હોસ્પિટલ, પાપીઓને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા

વડોદરામાં સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓને પોલીસ તપાસ અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યા બંને નરાધનમોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તબીબોને પરિક્ષણનાં જે સેમ્પલ લેવાના હતા તે પૈકી એક આરોપીના સેમ્પલ લેવાની પ્રક્રિયામાં તીબબોને નિષ્ફળતા મળી હતી. તીબબો દ્વારા આરોપીઓની તપાસ 6 કલાક ચાલી હતી. અને રાત્રીના 2.30 કલાકે પૂર્ણ થઈ હતી.

આ રીતે પોલીસે નરાધમોને પકડ્યા

બળાત્કારના ગુનામાં સંડોવાયેલા બંન્ને આરોપીઓ પૈકી સૌ પ્રથમ કિશન માથા સુરિયાને પોલીસે ઝડપી પાડયો હતો જે વડોદરાની ફુટપાથ પર ખુરશીના ડટ્ટા વેચવાનો ધંધો કરે છે. કિશનની પૂછપરછ દરમિયાન આરોપી જશા સોલંકીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસની ટીમ ઢળતી સાંજે કિશનને લઇને જશા સોલંકીના ઘરે ગઇ હતી. અને જસાને ઘરમાંથી જ પકડી લીધો હતો. ચૂપચાપ બંન્ને આરોપીઓને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તરત જ અમદાવાદ જવા રવાના થઇ ગઇ હતી.

પરિવારને મોડે મોડે ખબર પડી

બીજી તરફ આખી રાત જશો સોલંકી પાછો ઘેર નહીં આવતા તેના પરિવારજનો તપાસ કરવા માટે મકરપુરા પોલીસ સ્ટેશન પણ ગયા હતા પરંતુ ત્યાં જશો કે કિશન મળી આવ્યા નહોતા તે પછી મોડેથી મકરપુરા પોલીસ જશાના પરિવારને પોલીસ સ્ટેશન લાવી ત્યારે જ તેઓને ખબર પડી કે જશા એ તો નવલખી કમ્પાઉન્ડમાં કિશોરી પર બળાત્કારનું અધમ કૃત્ય કરેલું છે. જશો સોલંકી હજી કુંવારો છે અને તે પોતાના ભાઇ-ભાભી સાથે રહે છે. પરંતુ મળતી માહિતી મુજબ કિશન માથાસુરિયા પરિણીત છે અને તેની બે પત્ની છે. પરંતુ તેની એક પણ પત્ની તેની સાથે રહેતી નથી. અને ફૂટપાથ પર તે એકલવાયું જ જીવન ગુજારે છે.

બનાવના દિવસે જશો ગયો હતો ફિલ્મ જોવા

જશા સોલંકીના પરિવારમાં એક સભ્યએ જણાવ્યું હતું કે જશો રોજ પોતાનું કામ પુરૂ કરીને બપોરે ચાર વાગ્યે ઘરે આવી જતો હતો પરંતુ બનાવના દિવસે જશો સોલંકી રાત્રે મોડો ઘરે આવ્યો હતો અને પોતે પિક્ચર જોવા ગયો હોવાનું કહ્યું હતું. બનાવ પછી બંન્ને આરોપીઓ જાણે કશું બન્યું જ ન હોય તેમ ડટ્ટા, ફુગ્ગા વિગેરે વેચવા ઘરેથી નીકળી પડતા હતા.

READ ALSO

Related posts

કોરોના ઇફેક્ટ/ 2024 સુધીમાં ચીન આ સેક્ટરમાં રાજ કરશે, એશિયાના માર્કેટને પડશે 2.5 લાખ કરોડ ડોલરનો ફટકો, ભારતને થશે સૌથી વધુ નુકસાન

Bansari

મહિસાગર/ સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી બસને નડ્યો અકસ્માત, 100થી વધુ મુસાફરો થયા ઈજાગ્રસ્ત

pratik shah

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!