વડોદરા શહેરમાં હાલ ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. આજે વહેલી સવારથી જોરદાર વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. વડોદરા શહેરમાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી માત્ર ૧૦ કલાકમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.
વડોદરામાં અવિરત વરસાદ
ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારની રાતથી વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ દિવસ-રાત શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને રવિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી નોન સ્ટોપ વરસાદ વરસ્યો હતો જેના પગલે રવિવારે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.


આ વિસ્તારોમાં જળબંબાકાર
વડોદરામાં રવિવારે દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર, દાંડિયાબજાર, રાવપુરા, વાઘોડિયારોડ, આજવારોડ, માંજલપુર, મકરપુરા, ગોરવા, ગોત્રી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. કેટલીક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતાં.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં સવારે છ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ૬૫ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે બપોરે ૧૨ વાગે ૧૦૭, ૨ વાગે ૧૧૩ અને ૪ વાગે ૧૨૧ મીમી વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં ઋતુનો ૧૦૬ ટકા વરસાદ નોંધાયો છે.. વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદ પડયો હતો. પાદરા તાલુકામાં ૩ ઇંચ તેમજ સાવલી તાલુકામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે તેમજ ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નદી અને સરોવરોની સપાટીમાં પણ ફરી વધારો થયો છેે.
Read Also
- પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો પોતાના બાયો, પત્ની અને દિકરી માટે લખી આ ખાસ વાત
- સરકારે ચાલુ ખરીફ સત્રમાં અત્યાર સુધી MSP યોજના હેઠળ ખરીદ્યું 1.06 લાખ કરોડનું અનાજ
- એલન મસ્કને પાછળ છોડી જેફ બેઝોસ બન્યા ફરીથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, જાણો મુકેશ અંબાણી સહિત ટોપ 10 ધનિકો
- બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતા, તો તુરંત બદલો નહિ તો થઈ શકે છે નુકશાન
- હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ