GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

વડોદરામાં સમી સાંજે આ વિસ્તારોમાં વરસાદી ઝાપટા, વાતાવરણમાં પ્રસરી ઠંડક

વરસાદ

આજે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૃ થયા બાદ ઝાપટા પડતા રોડ પર લોકો અટવાઇ ગયા હતાં. વરસાદથી બચવા લોકો દોડાદોડી કરવા લાગ્યા હતાં.

રોડ પર ટુ વ્હીલર સ્લીપ થઇ જવાની ઘટના પણ બની હતી. શહેરના કોઠી, ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા, સ્ટેશન, સુભાનપુરા, માંજલપુર, વાઘોડિયારોડ પર વરસાદ પડયો હતો જો કે કારેલીબાગ તેમજ સમા અને હરણી વિસ્તારમાં વરસાદ પડયો ન હતો.

ઓફિસ છુટવાના સમયે જ વરસાદ વરસતા ટુ વ્હીલર ચાલકો વરસાદથી બચવા માટે સલામત જગ્યા શોધવા લાગ્યા હતાં. છેલ્લા કેટલાંક દિવસોથી ઉકળાટનો સામનો કરતા લોકોએ વરસાદી ઝાપટાના કારણે રાહત અનુભવી હતી.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!