GSTV

વડોદરામાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, હજુ આટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી

વરસાદ

વડોદરામાં અત્યાર સુધી વરસેલો વરસાદ પ્રિ મોન્સુન જેવો હતો પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે આજે સત્તાવાર ચોમાસું બેઠું હોય તેવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે આખો દિવસ ઉકળાટના બદલે લોકોએ ઠંડકની રાહત અનુભવી હતી.

ધીમા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વરસાદ વરસવાનું શરૃ થઇ ગયું હતું. ધીમી ધારે વરસાદના પગલે રોડ ભીના થઇ ગયા હતા તેમજ સવારે નોકરી-ધંધા પર જતા લોકો પણ અટવાયા હતાં. ચોમાસું બેસી જતા લોકો રેઇનકોટ તેમજ છત્રીનો સહારો લેવા માંડયા હતાં. ધીમા વરસાદના પગલે ધરતીપુત્રો પણ ખુશ થયા હતાં.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી સવા ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લામાં કરજણમાં ૨૬ મીમી તેમજ ડભોઇમાં ૧૬, ડેસર ૪,પાદરા ૩૩, વાઘોડિયા ૫, સાવલી ૫ અને શિનોરમાં પણ ૩ મીમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હવામાનખાતાએ તા.૮ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વડોદરામાં અત્યાર સુધી માત્ર ૧૨ ટકા જેટલો વરસાદ સિઝનનો નોંધાયો છે.

Read Also

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!