GSTV

સંસ્કાર નગરી વડોદરા બની ગઇ ભૂવાનગરી જાણો GSTVનો ખાસ રીપોર્ટ

સંસ્કાર નગરી વડોદરા ભૂવાનગરી બની ગઇ છે. ગાયકવાડી રાજ્યનું મહત્વનું શહેર ભૂવાના કારણે પરેશાન થઇ રહ્યું છે. ત્યારે જીએસટીવીએ આ સમસ્યાને ભૌગોલિક અને વૈજ્ઞાનિક કારણો સાથે સમજવાનો પ્રયાસ કર્યો. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની મોસમ શરૂ  થતાં જ ભુવા પાડવાની શરૂઆત થઇ જાય છે. મુખ્ય માર્ગ ગણો કે સોસાયટીના નાકે જ્યાં જુવો ત્યાં વરસાદી સીઝનમાં ભુવા પાડવા આમ વાત છે,

ભુવા પડવાના કારણો અંગે વડોદરા ની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીના પૂર્વ પ્રોફેસર અને ભૂસ્તરશાત્રી કે સી તિવારીએ જીએસટીવી સાથે વાતચીત કરી હતી. તિવારીએ જણાવ્યું હતું કે વડોદરામાં સેવાસદન દ્વારા જે રોડ રસ્તા બનાવવામાં આવે છે તેમાં કામની ગુણવતા, પીવાના પાણીની લાઈનો , ગટર લાઈનો અને વરસાદી કાંસ  જે  મુખ્ય માર્ગની સાઈડની બાજુ પર  બનેલા છે.

જેમાં ગુણવતાનો  અભાવ છે, અંડર ગ્રાઉન્ડ પસાર થતી પાણીની લાઈનોમાં લીકેજ મોટી સમસ્યા છે, લીકેજને કારણે જ પીવાના પાણીની સમસ્યા છે. આડેધડ નાખેલી લાઈનો લીકેજ થવાના કારણે પાણી જમીન ગટરના પાણી જમીનમાં ઊંડે ઉતરે છે અને જયારે વરસતા વરસાદી પાણી અને લીકેજનું પાણી ભેગું થાય જે ભુવા પડવાનું મુખ્ય કારણ છે.

હજારો વર્ષો પહેલા મહીસાગર નદી વડોદરામાંથી પસાર થતી હતી ત્યારબાદ તેનું વહેણ બદલાયું વડોદરાનો મોટા ભાગનો  વિસ્તાર આ નદીના તટ પર  બનેલો છે. જો કે હવે મહીસાગરનો તટ  બદલાયો છે અને હવે વાસદ તરફથી પસાર થઇ રહી છે પરંતુ હજારો વર્ષો પહેલા જે મહીસાગર વડોદરામાંથી પસાર થઇ હતી. ત્યાં હવે વડોદરા શહેર બની ગયું છે. જેથી જમીન ખડતલ નથી.

મહીસાગર તટ પર બનેલા વડોદરાના મોટા ભાગના વિસ્તારમાં આને  કારણે ભુવા પડવા એ આમ વાત છે, વરસાદી પાણી સીધું જમીનમાં ઊંડે ઉતરે છે અને સાથે સાથે લીકેજ પાણી પણ જમીનમાં ઉડે ઉતરતું હોવાથી બંને ભેગા થઇ જાય છે. જેને લઇને ભુવા પડે છે,

વડોદરાનો સમય જતા વિકાસ થયો છે. સેવાસદનની હદમાં વધારો થયો  પરંતુ જેમ જેમ વિકાસથી હરણફાળ ભરી રહ્યા છે ત્યાં તંત્રની અણઆવડત સામે આવી રહી છે, અને ગમે તેવી રીતે અને આડેધડ રીતે રોડ બની રહ્યા છે. રોડની બન્ને  તરફ ગટર લાઈનો, પીવાના પાણીની લાઈનો, કે પછી વરસાદી કાંસો બની ગઈ છે,

પરંતુ આ તમામ પ્રકારની કામગીરી પાછળ ગુણવતાનો આભાવ છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામા  આવતા કામો સારી રીતે થઇ રહ્યા છે કે કેમ તેનું યોગ્ય  નિરીક્ષણ વડોદરા મહાનગર સેવાસદન સિવિલ ખાતું કરતુ  નથી. યોગ્ય માર્ગદર્શનના આભાવે અધિકારીઓ લીકેજની સમસ્યાનું  નિવારણ નહિ લાવી શકવાના કારણે જ આ પ્રકારના ભુવા પડી રહ્યા છે.

વડોદરાના ચાલુ સીઝનના વરસાદમાં  જોવા  જઈ  તો  જેલ રોડ, કારેલીબાગ,  કલાલી રોડ  અને  નવા યાર્ડ રોડ સહીતના મુખ્ય માર્ગો નજીક ભુવા પડ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ વરસાદી પાણીનું સીધું જમીનમાં ઉતરવું સાથે લાઈનોનું લીકેજ  ભેગું થવું તેને કારણે જમીનનું ધોવાણ થવાથી ભુવા પડી રહ્યા હોવાનો મત ભૂસ્તર શાસ્ત્રીઓ વ્યક કરી રહ્યા છે

Related posts

જાણો કેવી રીતે થયો કાલ ભૈરવનો જન્મ અને શું છે તેનું મહત્વ

Bansari

ભૈરવાષ્ટમીના દિવસે આ રીતે કરો કાળ ભૈરવની સાધના, જીવનના તમામ સંકટો થઇ જશે દૂર

Bansari

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!