ગાંધીના ગુજરાતમાં પોલીસ દારૂની રેડ પાડવા ગઈ તો બુટલેગરોએ પથ્થરમારો કર્યો

વડોદરાના આજોડા ગામે ગત સાંજે દેશી દારૂના અડ્ડા પર ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. આજોડા ગ્રામ ગ્રેનજી નગર વસાહતમાં પ્રવેશતા બુટલેગરના ટેકેદારો અને સ્થાનિકોએ પોલીસ પર પથ્થરાર્યો કર્યો હતો. જેમાં પોલીસે 25 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ શરૂ કરી છે. ગઈકાલે પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે સ્થળ છોડીને ભાગી જવુ પડ્યુ હતુ. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા હાત. અને વધુ પોલીસ કાફલા સાથે વસાહતોના તમામ ઘરોમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ કેસમાં હાલ તો 25 લોકો સામે ગુનો દાખલ થયો છે. પંરતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસે ઘરમાં ઘુસીને તોડફોડ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter