GSTV

વડોદરામાં અજજુ કાણિયા સહિત 3 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો

Last Updated on July 6, 2019 by Mayur Vora

વડોદરામાં દાદાગીરી કરીને વેપારીઓ પાસેથી ખંડણી માંગતા અજજુ કાણિયા સહિત 3 શખ્સોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ખંડણીથી ત્રસ્ત વેપારીની ફરિયાદ બાદ અજ્જુ અને તેની ગેંગે ફરિયાદી પર ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને આ ગુન્હામાં અજજુને પોલીસે પકડી જેલ હવાલે કર્યો હતો.

જેલમાં ગયા બાદ અજજુ કાણીયાએ વેપારીને ધમકી આપી હતી કે તેણે ફરીયાદ કર્યા બાદ જ અજજુએ જેલમાં જવું પડ્યું હોવાથી હોવી વેપારીએ 500 ને બદલે 1000 રૂપિયા દર મહિને આપવા મળશે અને કુલ 5 લાખ ખંડણી આપવી પડશે. ત્યારબાદ ગત તારીખ 7 ના રોજ અજજુ કાણીયો જામીન પર છૂટ્યો હતો તેમ છતાં ધમકીઓ શરૂ હતી અને ફરિયાદી વેપારી અને તેના પરિવારની મહિલાઓ બહાર જાય તો તેમને પણ સતાવવામાં આવતી હતી. ઉપરાંત આ લોકોથી કંટાળી વેપારીને પોતાની માલિકીનું ઘર છોડી ભાડે રહેવાનો વારો આવ્યો હતો. જેની વેપારીએ પોલીસ ફરિયાદ કરતા તે ગુન્હામાં પોલીસે હિસ્ટ્રીશીટર અજજુ કાણીયા સહિત તેની ગેંગ ના બે સભ્યો ની ધરપકડ કરીને આ રીતે તેનો વરઘોડો કાઢીને લોકોમાંથી તેનો ડર દૂર કર્યો હતો

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!