GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

વડોદરામાં વાવાઝોડાની અસર: ભારે પવન સાથે વરસાદની શક્યતા

ગાંધીનગર

સંભવિત વાવાઝોડાની વડોદરા શહેર અને જિલ્લામાં અસરની શક્યતાને અનુલક્ષી વહિવટીતંત્ર સાવધ થયું છે અને નિયંત્રણ કક્ષ સતત કાર્યરત રાખવાની સૂચના આપી દેવાઇ છે.તા.૨જી જૂનથી ૫મી જૂન દરમિયાન ગુજરાત પર જેનો પ્રભાવ પડવાની સંભાવના છે એવા વાવાઝોડાની અસરો વડોદરા શહેર અને જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેને અનુલક્ષીને જિલ્લા કલેકટરે જિલ્લા અને તાલુકા વહિવટીતંત્રો,પોલીસતંત્ર, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા તંત્રને સાવધ કરવાની સાથે તકેદારીના તમામ પગલાં લેવાની સૂચના આપી છે.

ભારત

હવામાન વિભાગના વર્તારા પ્રમાણે વડોદરામાં તા.૨જી જૂનના રોજ તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તા.૩જી અને ૪થી જૂનના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવનો ફૂંકાઈ શકે છે અને પવનનો વેગ ૪૦ કિમી પ્રતિ કલાક થી ઓછો રહેવાની સંભાવના છે.

વધુમાં તા.૪થીના રોજ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેને અનુલક્ષીને કલેકટરે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવાની સાથે જિલ્લા નિયંત્રણ કક્ષને સતત કાર્યરત રાખવા અને તાલુકા સ્તરે સંપર્ક અને સંકલન જાળવવા સૂચના આપી છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!