GSTV

વડોદરામાં સતત વધી રહ્યો છે કોરોના દર્દીઓના મોતનો આંકડો, આ વિસ્તારોમાં નોંધાયા નવા કેસ

Corona

Last Updated on May 26, 2020 by Bansari

વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. આજે વધુ ચાર મોત નોંધાયા છે. જેમાં પથ્થર ગેટના કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર ઉપરાંત પાણીગેટ લશ્કરી ફળીયાના ૭૪ વર્ષના વૃધ્ધ, લહેરીપુરાના ૭૨ વર્ષના વૃધ્ધ અને વાડી વચલીપોળના ૬૩ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.

આજે લહેરીપુરા, હનુમાન મંદિર પાસે રહેતા ૭૨ વર્ષના કનુભાઇ પરસોતમભાઇ રાણાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતું તેમનો કોરોનાના રિપોર્ટ પણ આજે જાહેર કરાયો હતો જેમાં તેઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુ છે તો વાડી, વચલીપોળ, પ્રેમાનંદ કવિની પોળમાં રહેતા ૬૩ વર્ષના સુલોચનાબેન પ્રવિણચંદ્ર પટેલનું પણ કોરોનાની સારવાર દરમિયાન આજે મોત થયુ હતું તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ રવિવારે આવ્યો હતો તેમના પતિ પ્રવિણચંદ્ર પટેલ પણ કોરોના પોઝિટિવ છે અને સારવાર હેઠળ છે.

તો પાણીગેટ લશ્કરી ફળિયામાં રહેતા ૭૪ વર્ષના ચંદુભાઇ મોતિલાલ ચુનાવાલાનું પણ આજે મોત થયુ હતું. તેઓ ૧૯ તારીખથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આજે જાહેર કરાયો હતો તો ગત તા.૨૧મી મે ગુરૃવારે ગોત્રી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર પથ્થર ગેટ, ઉપલા ફળિયાના શશીકાંતભાઇ પટેલ (ઉ.૬૦)નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આજે જાહેર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે આજે વડોદરામાં વધુ ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાંથી ત્રણ દર્દીઓના તો મોત થઇ ચુક્યા છે.

વડોદરામાં સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસ

૧) ચંદુભાઇ મોતિભાઇ ચુનાવાલા (ઉ.૭૦) લશ્કરી ફળિયુ રાણાવાસ

૨) ફરઝાનાબાનું ઇકબાલભાઇ કુરેશી (ઉ.૫૧) ખાટકીવાડ,વાડી

૩) ગુલઝારનઝમા જી.કુરેશી (ઉ.૨૧) ખાટકીવાડ, વાડી

૪) જીયાઉલ મુસ્તુફા કુરેશી (ઉ.૩૩) ખાટકીવાડ, વાડી

૫) કનુભાઇ રાણા (ઉ.૭૨) હનુમાન ફળિયુ, લહેરીપુરા

૬) મનોજ કાલીદાસ ચુનારા (ઉ.૩૯) ચુનારાવાસ, બરાનપુરા

૭) ભરતસિંહ એ.સોલંકી (ઉ.૮૩) નવીધરતી, નાગરવાડા

૮)ઝાહેદાબીબી પઠાણ (ઉ.૫૦) નઝરબાગ પાસે, માંડવી

૯) કિરણભાઇ રામચંદ્ર પાઠક (ઉ.૭૧) ઘનશ્યામ નગર, માંજલપુર

૧૦) ફરહાના મસ્કાવાલા (ઉ.૨૭) અકબરી મસ્જિદ પાસે, રાજમહેલરોડ

૧૧) મોહંમદ ઇરફાન શેખ (ઉ.૩૭) ફતેપુરા

૧૨) ફરઝાનાબાનુ શેખ (ઉ.૪૧) નિઝામપુરા

૧૩) સગુફ્તા શૈયદ (ઉ.૨૮) ધનાની પાર્ક, મેમણ કોલોની

૧૪) ઝાકીરખાન પઠાણ (ઉ.૪૯) મદાર મહોલ્લા, યાકુતપુરા

૧૫) માયાબેન નરેન્દ્રભાઇ પટેલ (ઉ.૪૯) ભાટવાડા, વાડી

૧૬) આનંદીબેન મુલજીભાઇ રાણા (ઉ.૫૯) ચુનારાવાડ, પાણીગેટ

૧૭) શિતલબેન આર.રાણા (ઉ.૪૨) રાણાવાસ, ફતેપુરા

૧૮) શશીકાંતભાઇ છોટાલાલ પટેલ (ઉ.૬૦) ઉપલુ ફળિયુ, પથ્થરગેટ

Read Also

Related posts

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!