GSTV
Home » News » પોલીસે સ્કેચ જાહેર કરતાં ડભોઈના આ બે યુવાનોનું આવી બન્યું, સોશિયલ મીડિયામાં લોકોએ એવું લખ્યું કે…

પોલીસે સ્કેચ જાહેર કરતાં ડભોઈના આ બે યુવાનોનું આવી બન્યું, સોશિયલ મીડિયામાં લોકોએ એવું લખ્યું કે…

વડોદરા ખાતે નવલખી મેદાન ખાતે બનેલી દુષ્કર્મની ઘટના બાદ આરોપીના સ્કેચ બહાર પડતા ડભોઇના બે યુવાન મિત્રોના  ચહેરા આ સ્કેચ સાથે મેચ થતાં બંને યુવાનોની તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા જ બંને યુવાનોને ધમકીભર્યા મેસેજ, ફોન આવતા બંને યુવાનો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

વડોદરાના દુષ્કર્મના આ બનાવે ભારે ચકચાર જગાવી છે, પોલીસે આરોપીના બે સ્કેચ બહાર પાડી પોલીસની અનેક ટીમો કામે લગાડી છે છતાં દુષ્કર્મ કરનાર બે નરાધમો પોલીસના સકંજામાં આવ્યા નથી પરંતુ ડભોઇના બે યુવાનો જે બંને મિત્રો પણ છે તેમની તસવીર અને સ્કેચ મેચ થતા બંને યુવાન મિત્રો હવે નગરમાં લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. બંને મિત્રોના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સઅપ ગૃપમાં તસવીર વાયરલ કરી રેપિસ્ટ તરીકેનું નામ યુઝર્સોએ આપતા બંને મિત્રોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે બંને યુવાનોની વડોદરા શહેર પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી હતી અને પોલીસે બંનેને ક્લિનચીટ પણ આપી દીધી છે છતાં યુવાનોને ધમકીભર્યા મેસેજ અને બિભત્સ અપશબ્દો બોલી લોકો ટ્રોલ કરી રહ્યા છે. બંને યુવાનોને ઘરની બહાર નીકળવું પણ કપરું થઇ ગયું છે. વડોદરા શહેર પોલીસ સાચા આરોપીને પકડે તો બંને મિત્રોને લોકોની નજર તેમજ સોશિયલ મીડિયાના ટ્રોલમાંથી મુક્તિ મળે તેમ તેઓ ઇચ્છે છે.

Read Also

Related posts

ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર તોફાની બનવાનાં સંકેત, કોંગી ધારાસભ્યો સત્રની ચર્ચા અને વિધાનસભા ઘેરવા પર કરશે ચર્ચા

Mansi Patel

AMTSના 1500 ડ્રાઈવરો, 15 દિવસ, રોજ 4 કલાક બસ ચલાવવાની તાલીમ લેશે

Mayur

વડોદરા : નરાધમ જશા અને કિશને અંધારાનો લાભ લઈ આ રીતે કાળાકામને આપ્યો હતો અંજામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!