GSTV
Home » News » વડોદરા : 80 દુકાનો અને 150 મકાનોની પેશકદમી દુર કરતું મહાપાલિકા

વડોદરા : 80 દુકાનો અને 150 મકાનોની પેશકદમી દુર કરતું મહાપાલિકા

વડોદરાના માંજલપુરમાં મહાનગરપાલિકાએ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી આરંભી છે. માંજલપુરમાં શ્રેયસ સ્કૂલ અને રેલવે ક્રોસિંગ પાસે 80 થી વધુ દુકાનો અને 150થી વધુ કાચા-પાકા મકાનો દૂર કરવા બુલડોઝર ફેરવ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કાસના સ્લેબ પર 50 મસીયાકાસ પર વાસકોડિયા નગર વસી ગયું છે.

લોકોએ અહીં દબાણ બનાવીને કાચા-પાકા મકાનો ઉભા કરી દીધા હતા. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત મકરપુરા પોલીસનો જંગી કાફલો અને વીજકંપનીનો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યા છે. સ્વચ્છ વડોદરા અને સ્માર્ટ સીટી અંતર્ગત કોર્પોરેશન હાલ રસ્તાની આજુબાજુ આવતા દબાણોને દૂર કરવાના અભિયાન અંતર્ગત કામ કરી રહ્યું છે. દબાણ શાખાની ટીમને જોઈ લોકો જાતે પણ દબાણ ખાલી કરતા નજરે પડયા હતાં. કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.

વડોદરાના માર્ગો ઉ૫ર થઇ ગયેલા આવા દબાણોના કારણે સામાન્ય પ્રજાને ભારે મૂશ્કેલીનો સામનો કરવો ૫ડે છે. વાહન ચાલકો અને રાહદારી માટે રસ્તામાં ચાલવાની જગ્યા હોતી નથી. ટ્રાફિક સમસ્યામાં ૫ણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર શહેરમાંથી આ રીતે દબાણો દુર કરવા અભિયાન ચાલુ જ રાખવામાં આવે તેવી લાગણી વડોદરાના શહેરીજનોએ વ્યક્ત કરી છે.

Related posts

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah

કુલ ભૂષણ જાધવ પર ICJનો મહત્વનો ચૂકાદો, પાકિસ્તાનને એક-બે નહી પરંતુ મળ્યા ત્રણ મોટા ઝટકા

Path Shah

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!