GSTV
Home » News » વડોદરાના ડેપ્યૂટી મેયર જીવરાજ ચૌહાણને રોંગ સાઇડમાં કાર ચલાવતા લોકોએ પકડી પાડ્યા

વડોદરાના ડેપ્યૂટી મેયર જીવરાજ ચૌહાણને રોંગ સાઇડમાં કાર ચલાવતા લોકોએ પકડી પાડ્યા

વડોદરાના ડેપ્યૂટી મેયર જીવરાજ ચૌહાણ તેમની કારમાં રોંગ સાઇડ પર જઇ રહ્યા હતા ત્યારે લોકોએ પકડી પાડ્યા હતા. જીઆઇડીસી વિસ્તારમાં એકઠા થઇ ગયેલા ટોળાએ હંગામો મચાવી મૂક્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ડે. મેયર જીવરાજ ચૌહાણને વડસરથી જીઆઇડીસી તરફ આવવાના રસ્તા પર રોંગ સાઇડ જઇ રહ્યા હતા. તેમની કારના ચાલકે મોટરસાયકલ સવાર યુવાનને અડફેટે લેતા આ યુવાન તથા તેના મિત્રોએ ડે.મેયરની કારને આંતરીને હોબાળો મચાવી મૂક્યો હતો. એક તબક્કે તો કાર ચાલકની સામે આકરા પગલાં ભરવાની માંગણી કરી હતી. જોત જોતામાં ટોળું એકઠું થઈ ગયું હતું.

ડે. મેયર જીવરાજ ચૌહાણે પણ લોકોની સમક્ષ ચાલકના બદલે માફી માંગી છતાં ટોળું માન્યું નહોતું. કેટલાક યુવાનોએ કાર ચાલકનું લાઇસન્સ ચકાસતા તે પણ તેની પાસે નોટરીના સીક્કા સાથેનું ડુપ્લિકેટ લાયસંસ હોવાથી ટોળું વધું વિફર્યું હતું. આખા રોડ પર જબરજસ્ત ટ્રાફિક જામ થઇ ગયો હતો. સ્થિતિ વણસી રહી હોવાનું જણાતાં આખરે ડે. મેયર જીવરાજ ચૌહાણે જ પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે પણ ટોળાની વચ્ચેથી માંડ માંડ કારને સલામત રીતે બહાર કઢાવી હતી.

Related posts

ગુજરાતના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મેગા બિઝનેસ સમીટ યોજાશે

Nilesh Jethva

આઈબ્રો પર છે ડેંડ્રફ તો અપનાવો આ ઉપાયો, થઈ જશે તરત જ દૂર

Mansi Patel

ડિઝાઈનર સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે ઈશા અંબાણી, દિગ્ગજ અભિનેત્રીઓને આપી રહી છે ટક્કર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!