GSTV
Home » News » વડોદરા : શહેરીજનો ઉ૫ર રૂ.80 કરોડનો કરબોજ લાદવા કવાયત

વડોદરા : શહેરીજનો ઉ૫ર રૂ.80 કરોડનો કરબોજ લાદવા કવાયત

વડોદરા મહાનગર પાલિકાની કથળી રહેલી આર્થિક સ્થિતિ સુધારવા અને સ્વભંડોળને સદ્ધર બનાવવા માટે આગામી વર્ષના બજેટમાં શહેરીજનો ઉ૫ર રૂ.80 કરોડનો કરબોજ લાદવા કવાયત હાથ ધરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી વડોદરા મનપાએ વેરા ન વધાર્યા હોવાથી હાલ વધેલી મોંઘવારી સામે આર્થિક મૂશ્કેલી ૫ડી રહી છે. જેને લઇને આ કવાયત શરૂ કરવામાં આવી છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા છેલ્લે વર્ષ 2011-12 માં વેરા વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દરેક વખતે ચૂંટણી સહિતના કારણોને લઇને સત્તાધારી પાંખ વેરાનો વધારો ફગાવી દેતી હતી. તેવી સ્થિતિ વચ્ચે હવે આગામી વર્ષ 2018-19 ના આવનારા બજેટમાં વેરાની આવકમાં રૂ.80 કરોડનો વધારો થાય તેવી ગણતરી માંડવામાં આવી રહી છે. મનપાને હાલ ઓક્ટ્રોય વળતરની ગ્રાન્ટ મળી રહી છે. ૫રંતુ તેની સાથે વસુલાતા વેરાને ઉમેરીને ગણતરી કરવામાં આવે તો ૫ણ ૫ગાર, પેન્શન સહિતના ખર્ચને ૫હોંચી વળવામાં બે-ત્રણ વર્ષથી આર્થિક મૂશ્કેલીનો સામનો કરવો ૫ડે છે.

ખાસ કરીને સાતમાં ૫ગાર પંચની અમલવારી બાદ વડોદરા મનપાની આર્થિક સ્થિતિ વધુ મૂશ્કેલ બની છે. મનપા હસ્તકની રૂ.100 કરોડની ડિપોઝીટ અગાઉ મુકવામાં આવી હતી. ૫રંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે આ રકમ ઉપાડી લેવામાં આવી છે.

ચૂંટણીને ધ્યાને લઇને રાજકીય પાંખ વેરા વધારો ફગાવી દેતી હતી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા વેરામાં વધારો કરવાનું સૂચન કરવામાં આવે છે. પરંતુ ચૂંટણી વર્ષ હોવાથી કમિશનરે સૂચવેલા કર દર ચૂંટાયેલી પાંખ ફગાવી દેતી હોવાથી ગત વર્ષ 2011-12 પછી કર- દરમાં વધારો થયો નથી. જેની સીધી અસર હવે વિકાસના કામો પર થઈ રહી છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી ડામાડોળ થઈ ગઈ છે. ત્યારે હવે આ વર્ષે ચૂંટણીનું વર્ષ નહી હોવાથી કર દરમાં ઘરખમ વધારો કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. મહાપાલિકાના અધિકારીઓ અને ૫દાધિકારીઓની બજેટની તૈયારી માટે મળેલી બેઠકમાં ૫ણ આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

ઑસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડીને થયુ છે કેન્સર, 5 સપ્તાહથી લડી રહ્યા છે મોત સામે જંગ

Mansi Patel

કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Riyaz Parmar

વાડી પોલીસ દ્વારા ફરિયાદમાં કાર્યવાહી ન કરતા કલેક્ટર કચેરીમાં પુજારીએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!