GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ખાવાના પૈસા નથી તો આગ લગાડવાના ક્યાંથી લાવું? : માતાઅે દિકરીની લાશ ન સ્વીકારી, ગુજરાતની ઘટના

બુલેટ ટ્રેન, ફ્લાય ઓવર્સ, જન મહેલ જેવા રૂપાળા પણ નકલી રત્નોને વડોદરાના મુકુટમાં જડીને વડોદરાની જનતાને સ્માર્ટ સિટીના સપના બતાવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાસ્તવિક્તા એ છે કે વડોદરામાં એક માં પોતાની પુત્રીની લાશ હોસ્પિટલમાંથી લેવાની એટલા માટે ના પાડી દીધી હતી કે તેની પાસે પુત્રીના અંતિમ સંસ્કાર કરવા પુરતા પણ પૈસા ન હતા.  હવે પોલીસ દ્વારા સમાજીક સંસ્થાના સહકારથી લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૭ પાસેના ફૂટપાથ પર માતા સાથે રહેતી ૧૫ વર્ષની કિશોરી બાલિકા વિકાસ ભાંડેકરને ટી.બી. થઇ ગયો હતો. પિતા તો ક્યારના છોડીને જતા રહ્યા છે અને માતા પણ માનસિક અસ્વસ્થ છે. ટી.બી.ની સારવાર સરકાર મફત કરે છે પરંતુ ટી.બી.ની દવા સાથે ખોરાક પણ પુરતો જોઇએ. સુકી રોટલી મેળવવા માટે પણ જ્યાં દિવસ આખો રખડવુ પડતું હોય તેવી સ્થિતિમાં બાલિકાના ટી.બી.ની સારવાર થવી અશક્ય હતી.

આ સ્થિતિમાં જ બાલિકાએ કાલે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી હતી. ગરીબના તો આંસું પણ કોણ લુછે. પોતાની પુત્રી બેભાન થઇ ગઇ છે તેવું માનીને માતા બાલિકાને એસએસજી હોસ્પિટલ લાવી હતી. ડોક્ટરોએ તેનું મોત થઇ ચુક્યું હોવાની જાણ કરી હતી અને લાશને સોંપવા માટેની કાર્યવાહી શરૂ કરી તો માતાએ પુત્રીની લાશ સ્વિકારવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી. કારણ પુછતા તે એટલું જ બોલી કે ખાવાના પૈસા નથી તો તેને આગ લગાડવાના પૈસા ક્યાંથી લાવું ?

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!