GSTV

ઓનલાઇન ભણતરના કાળમાં અનોખો અભિગમ, ઘરે જઈને આપી રહ્યા છે શિક્ષણ આ ગુરુજનો

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

કોરોના કાળમાં શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ અનેક ગરીબ બાળકો એવા છે કે જેમની પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે જરૂરી મોબાઇલ ફોન પણ નથી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ બાળકોને શાળાના શિક્ષકો તેમના વિસ્તારમાં જઇને ઓફલાઇન શિક્ષણ આપી રહ્યા છે.

શિક્ષણ

વડોદરા મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ બંધ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ અસંખ્ય ગરીબ બાળકો પાસે મોબાઇલ ફોનની સુવિધા ન હોવાથી તેઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી.

ત્યારે આ બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા બાળકોના વિસ્તારમાં જઇને ઓફલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકોના આ નવતર અભિગમને કારણે ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓ પણ શિક્ષણનો લાભ લઇ રહ્યા છે.

વડોદરા મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 120 શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 1થી 8ના 26 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી સાડા પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ફોનની સુવિધા નથી.

આથી શિક્ષકો વિદ્યાર્થીઓના વિસ્તારોમાં જઈને તેમને ભણાવી રહ્યા છે. સ્કૂલ દ્વારા બાળકોને પુસ્તકો તેમજ નોટબુક પણ પૂરી પાડવામાં આવી રહી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્ધારા અપનાવવામાં આવેલા આ નવતર અભિગમને વાલીઓ તેમજ લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગરીબ બાળકો પણ શિક્ષણ મેળવવાને કારણે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!