GSTV
Gujarat Government Advertisement

લોકડાઉન નડ્યું : આર્થિક સ્થિતિ ડામાડોળ થતા વડોદરાના સોની પરિવારના છ સભ્યોએ દવા ગટગટાવી, 3નાં મોત

ગુજરાતમાં રોજે રોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદની યુવતીએ આપઘાત કર્યાનો કિસ્સો હજુ શાંત નથી થયો ત્યારે વડોદરામાં પણ એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના છ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીમાં મકાન નંબર સી. 13માં રહેતા નરેન્દ્ર સોની મંગળ બજાર વિસ્તારમાં ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતા હતા. છેલ્લા બે વર્ષથી અને લોકડાઉનની પરિસ્થિતિમાં તેમને આર્થિક નુકસાનમાં ઉતરોતર વધારો થતો ગયો હતો જેથી જીવન નિર્વાહ કરવાની મુશ્કેલી પડતી હતી.

Gujarat Government Advertisement
  • સોની પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી.
  • આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો 
આપઘાત

પરિવારના 6 સભ્યોનો આપઘાત

આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ જવાને કારણે તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. સમા વિસ્તારની સોસાયટીમાં તેઓ અગાઉ મકાન નંબર C-18માં રહેતા હતા એ મકાન તેમણે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થતા રૂપિયા 25 લાખમાં વેચી દીધું હતું અને નજીકમાં ભાડાનું મકાન લઈને રહેતા હતા.

આજે બપોર બાદ નરેન્દ્રભાઈ સોની તેમના ઘરે આવ્યા હતા અને આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ માનસિક રીતે પણ પડી ભાંગ્યા હતા જેથી તેમના પરિવારના સભ્યો દીપ્તિ સોની, ભાવિન સોની, ઊર્મિ સોની, રિયા સોની પાર્થને સાથે રાખી ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રારંભમાં ત્રણ વ્યક્તિ જીવિત હોવાનું જણાતા નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આર્થિક સંકડામણમાં પરિવારનો આપઘાત

શહેરના સમા વિસ્તારની આ ઘટના છે. તમામ લોકોએ જંતુનાશક દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પરિવાર ઈમીટેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મંદીને કારણે ધંધામાં આર્થિક સંકડામણ વધતાં આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. વડોદરાના સોની પરિવારે આર્થિક તંગીને પગલે મોત વ્હાલું કરવા પ્રયાસ કર્યો છે. તેઓ જે ઘરમાં રહેતા હતા તે શિવશક્તિ બંગલોમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. સોની પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જોકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો હતો.પોલીસ દ્વારા સમગ્ર પરિવારે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. મૃતકોની પાસેથી દવાની બોટલ મળી આવી છે. જ્યારે આ પરિવારના લોકો દવા ક્યાંથી લાવ્યા હતા, જેવા તમામ પાસા અંગે તપાસ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana

મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !

Pravin Makwana

બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!