GSTV
Home » News » વડોદરામાં મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ કરી ગુડી ૫ડવાની ઉજવણી

વડોદરામાં મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ કરી ગુડી ૫ડવાની ઉજવણી

મહારાષ્ટ્રના સમાજના લોકો આજે ગુડી પડવાની ઉજવણી કરી રહ્યા છે. વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારે પણ પારંપરિક રીતે ગુડી પડવાની ઉજવણી કરી હતી. પારંપરીક મહારાષ્ટ્રીયન વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ ગુડીની પૂજા કરી હતી. આ ગુડીની ષોડશોપચાર પૂજા કરાય છે. ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડીને સાડી પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે.

 

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Mansi Patel

મોદીની જીતએ મારા મો પર તમાચો, કહ્યું આ અભિનેતાએ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!