GSTV

વડોદરામાં માંડવી-ચોખંડી રોડ પર ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, એકનું મોત

Last Updated on July 7, 2019 by Alap Ramani

વડોદરામાં માંડવી-ચોખંડી રોડ પર ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. જેમાં દટાયેલા પાંચ લોકોને ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ કાટમાળમાંથી બહાર કાઢ્યા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જ્યારે 9 વર્ષની ઝોયા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડે ભારે જહેમતથી આ બાળકીને બચાવી લીધી છે. જર્જરિત મકાનમાં દટાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે ચાર ફાયર ફાઈટર, બે ઈમરજન્સી રેસ્કયુ વાનની મદદ લેવામાં આવી. તો બે એમ્બ્યુલન્સની મદદથી તમામને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!