GSTV
Baroda Trending ગુજરાત

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

રખડતા

વડોદરામાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લેતા ચકચાર મચી ગઇ છે. રખડતા ઢોરના ત્રાસના કારણે વધુ એક યુવાનનું કમકમાટીભર્યુ મોત થયુ છે. જેને પગલે શહેરભરમાં હાહાકાર મચી ગયો છે.

રખડતા

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોડી રાત્રે રસ્તા પર બેઠેલી ગાય સાથે બાઈક ચાલક અથડાયો હતો. આ ઘટના શહેરના સુભાનપુરાના નંદાલય હવેલી પાસે બની હતી. રોડ પર બેસેલી ગાય અંધારામાં ન દેખાતા અકસ્માત થયો અને જીગ્નેશ રાજપૂત નામના યુવાનનું મૃત્યુ થયું. મળતી માહિતી પ્રમાણે જયા ગાય બેઠી હતી ત્યાં સ્ટ્રીટ લાઈટ બંધ હતી. ત્યારે યુવકના મૃતદેહને પીએમ માટે સાયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  • વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત
  • રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા યુવક મોટરસાયકલ સાથે અથડાયો
  • રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટ શરૂ ન હોવાથી રસ્તા પર બેસેલી ગાય ન દેખાઈ
  • અકસ્માતમાં યુવાનનું મોત

તેવામાં સવાલ ઉઠે છે અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્રના પેટનું પાણી કેમ નથી હલતુ? રસ્તા પર રખડતા ઢોરને લઇને તંત્ર કેમ એકશન નથી લેતું? કેમ ઢોર માલિકોને કાયદાનો ડરનથી ? અનેક લોકોના ભોગ બાદ પણ નઘરોળ તંત્ર નિંદ્રામાં કેમ ? હજુ કેટલા નિર્દોષોનો રખડતા ઢોર જીવ લેશે? તંત્રના પાપે ક્યાં સુધી સામાન્ય નાગરિક ભોગબનશે ?

Read Also

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah
GSTV