GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

વાલી ચેતી જજો/ વડોદરામાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને પીવડાવ્યો દારૂ પછી કર્યા શારીરીક અપડલા, પરીવારજનોએ હકીકત જાણી તો ચોંકી ઉઠ્યા

શિક્ષા ધામ ને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે.જ્યાં વડોદરા શહેરના નિઝામ પુરાની એજ્યુકેટ ફર્સ્ટ કલાસીસના લંપટ શિક્ષકે ટ્યુશન કલાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કેફી પ્રદાર્થ પીવડાવી અડપલાં કરનાર લંપટ શિક્ષણ ને ફતેહગંજ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂ પીવડાવીને અડપલાં કર્યા હોવા નું ચર્ચાઈ રહ્યું છે, હાલ ગુજરાતમાં દારૂ બંધી છે તો શિક્ષક પાસે દારૂ ક્યાંથી અને કેવી રીતે આવ્યો તે સળગતો સવાલ છે.

સૈયદ વાસણા રોડ પર રહેતી ધોરણ દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કલાસીસમાં.ટ્યુશન માં અભ્યાસ અર્થે આવી હતી.જ્યાં કલાસીસ ના શિક્ષક પ્રશાંત ખોસલાના મગજ માં વાસનાનો કીડો સરવળતા કલાસ રૂમ માં એકલી રહેલી વિદ્યાર્થીની ને કેફી પીણું પીવડાવી દઈ ને તેની શારીરિક અડપલાં કર્યા હતા .

વીડિયો કોલિંગ દ્વારા તપાસ કરી

વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા વાલી એ તેના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીની ક્લાસ માં હોવાનું જણાવ્યું હતું આથી શંકા જતા વીડિયો કોલિંગ દ્વારા તપાસ કરી હતી જ્યાં વિદ્યાર્થીની અને શિક્ષક દ્રશ્યો માં જોયા હતા . જેથી ઘરે જલ્દી મોકલી આપવા જણાવ્યું હતું.

લંપટ શિક્ષકે ફોન દ્વારા જાણ કરી કે તમારી પુત્રીની તબિયત બગડી

ત્યારબાદ થોડા સમય બાદ લંપટ શિક્ષકે ફોન દ્વારા જાણ કરી કે તમારી પુત્રીની તબિયત બગડી છે ને એના માથા માં વાગ્યું હોવાનું જણાવ્યું હતું. બાદ લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા તેની ને રિક્ષામાં બેસાડી ને ઘરે મુકવા આવ્યો હતો તેમજ તેમના મિત્ર અને આ લંપટ પ્રશાંત ખોસલા વિદ્યાર્થી ની ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં વાલીને શંકા જતા લંપટ શિક્ષક પ્રશાંત ખોસલાની પૂછપરછ કરતા તેને કબુલ્યું હતંલ કે વિદ્યાર્થીની ને કેફી પીણું પીવડાવ્યું છે. વિદ્યાર્થીનીના પગથી જમીન સરકી ગઈ હતી, આ લંપટ શિક્ષકને સબક શીખડવા માટે ફતેહગંજ પોલીસ ને જાણ કરતા પોલીસે લંપટ શિક્ષક પ્રશાંત ખોસલા ની ધરપકડ કરી હતી.જ્યાં તેની વિરુદ્ધ પ્રોહીબીસન નો ગુનો નોંધયો હતો. પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel
GSTV