GSTV

નેગેટિવ રિપોર્ટ છુપાવી આ હોસ્પિટલમાં 17 દિવસ સુધી મહિલાની કરાઇ કોરોનાની સારવાર, મોત થતાં કહી દીધું સૉરી…

corona

પાદરાના સરસવણી ગામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલાનું આજે વડોદરા ખાતે જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુંં હતું. મહિલના પરિવારજનોનો આક્ષેપ છે કે કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો છતાં ૧૭ દિવસ સુધી કોરોનાની સારવાર કરવામાં આવી કેમ કે આ મહિલા જેવુ જ નામ ધરાવતી અન્ય મહિલા સાથે રિપોર્ટની અદલાબદલી થઇ ગઇ હતી.

મૃતક સરોજબેન પટેલના ભત્રીજા કમલેશ પટેલનો આક્ષેપ છે કે સરોજબેનની તબિયત બગડતા તેમને સારવાર માટે ગત તા.૧૭ જુલાઈના રોજ વડોદરા ખાતે અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં ૧૮ તારીખે ડોક્ટર તુષાર પટેલે અમને કહ્યું કે સરોજબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. પછી સરોજબેનને આઇસીયુમાં દાખલ કરી દેવાયા અને કોરોનાની ટ્રિટેમેન્ટ શરૃ કરી દેવાઇ હતી.

સોરી, એક જ નામના બે પેશન્ટ હોવાથી ભૂલ થઇ

સરોજબેનનો કોરોના રિપોર્ટ જે લેબમાં કરવામાં આવ્યો હતો ત્યાંથી તા.૨૦મી જુલાઇએ ફોન આવ્યો કે તમારો રિપોર્ટ લેબમાં પડયો છે અને તમે કલેક્ટ કરી જાવ અમે રિપોર્ટ લેવા ગયા તો રિપોર્ટ નેગેટિવ હતો. કમલેશ કહે છે કે આ અંગે ડો.તુષાર પટેલનો સંપર્ક કરતા તેમણે અમને કહ્યું કે સોરી એક જ નામના બે પેશન્ટ હોવાથી આવી ભૂલ થઇ છે. કમલેશનું કહેવુ છે કે જ્યુપિટર હોસ્પિટલની આટલી મોટી ગંભીર ભુલ બાદ અમારે સરોજબેનને અન્ય હોસ્પિટલમાં ખસેડવા હતા પરંતુ અન્ય હોસ્પિટલમાં જગ્યા નહી હોવાથી અમારી પાસે કોઇ વિકલ્પ નહી હોવાથી સરોજબેનને ત્યાથી શિફ્ટ કર્યા ન હતા.

રવિવારે બપોરે તો સરોજબેનનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે મને સારૃ છે અને આંટાફેરા મારૃ છુ મને અહીથી લઇ જાવ અને કાલે રાત્રે ૧૧ વાગ્યે ડોક્ટરનો ફોન આવ્યો કે સરોજબેનની તબિયત સિરિયસ થઇ ગઈ છે તેમનું બ્લડ પ્રેશરડાઉન થઇ ગયુ છે. આજે સવારે ફોન આવ્યો કે ડેથ થઇ ગયુ છે. આજે સવારે ડેડબોડી લેવા ગયા ત્યારે અમને રૃ.૪.૮૫ હજારનું બિલ આપવામાં આવ્યુ જેમાં ચાર ટોસિલિઝુમેબ ઇન્જેકશનનો ખર્ચ પણ હતો એટલે અમને જાણ થઇ કે કોરોના નેગેટિવ હોવા છતાં સરોજબેનને કોરોનાન પેશન્ટ ગણાવીને સારવાર કરવામાં આવી હતી. બોડીને પેક કરીને અમને સોંપી દેવામાં આવી હતી. જો કોરોના હોય તો બોડી કેમ સોંપવામાં આવી ?

૧૭ દિવસથી ટ્રિટમેન્ટ ચાલુ હતી ત્યારે કેમ ફરિયાદ ના કરી,બિલ આપવાની વાત આવી એટલે દર્દીના સગા ખોટા આક્ષેપ કરી રહ્યા છે

અટલાદરાની જ્યુપિટર હોસ્પિટલના ડો.તુષાર પટેલે સરસવાણીના સરોજબેનના મૃત્યુ અને તેના સંબંધીઓ દ્વારા કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે સરોજબેન ૧૭ દિવસથી અમારી હોસ્પિટલમાં દાખલ હતા. તેમનો પુત્ર જીગ્નેશ પણ કોરોના પોઝિટિવ હતો અને અહીથી જ સારો થઇને ઘરે ગયો છે. ૧૭ દિવસ સુધી દર્દીના સંબંધીઓને કેમ કોઇ સમસ્યા ન હતી. આજે બિલ આપવાની વાત આવી એટલે હોસ્પિટલ પર ખોટા આક્ષેપો કર્યા છે. સરોજબેનનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો એ ટેસ્ટ રેપીડ ટેસ્ટ હતો જેના પર ભરોસો રાખી શકાય નહી પરંતુ તેના અન્ય ટેસ્ટ અને છાતીના એક્સ રે સરોજબેનને કોરોના પોઝિટિવ હોવાના પુરાવારૃપે અમારી પાસે છે. સરોજબેન તેમના ઘરે પણ એકાદ સપ્તાહથી બીમાર હતા પછી પાદરાની હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાંથી અમારી પાસે આવ્યા હતા.

Read Also

Related posts

સરકારી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વધુ એક વખત ફેલ થતા ચકચાર

Nilesh Jethva

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!