GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વડોદરાની જુમ્મા મસ્જિદના મુખ્ય ઇમામ મૌલાના સલીમ પાનાગરનું નિધન,સુન્ની જમાતમાં ભારે શોકનું વાતાવરણ

ઇમામ

વડોદરામાં શુક્રવારે મુસ્લિમ સમાજ માટે આઘાતના સમાચાર આવ્યા હતા. અત્રેની જુમ્મા મસ્જિદના મુખ્ય ઇમામ મૌલાના સલીમ ગુલમહંમદ પાનાગરનું આજે સાંજે મૃત્યુ થયુ હતુ. તેઓ ૭૫ વર્ષની ઉમરના હતા અને કોરોના પોઝિટિવ નિદાન થયુ હતું. આ ઉપરાંત આજે પાણીગેટ રાણાવાસની કોરોના પોઝિટિવ ૫૦ વર્ષની મહિલાનું પણ મૃત્યુ થયુ હતુ.

જુમ્મા મસ્જિદના મુખ્ય ઇમામ મૌલાના સલીમ પાનાગરને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવી રહ્યો હતો એટલે શરૃઆતમાં તેમને પાણીગેટ સ્થિત મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓની તબિયત ખરાબ થતાં ઓક્સિજન ઉપર રખાયા હતા પરંતુ સ્થિતિ વધુ ખરાબ થતા તેઓને કાલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓને વેન્ટિલેટર ઉપર રખાયા હતા દરમિયાન આજે સાંજે તેઓનું મોત થયુ હતું.મૌલાના સલીમ પાનાગરની ઉમર વધુ હતી ઉપરાંત તેઓને ડાયબિટિસ પણ હતું.

જ્યારે પાણીગેટ રાણાવાસમાં રહેતી ૫૦ વર્ષની મહિલા રેખાબેન નરેશભાઇ રાણા ડાયાબિટિઝ અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી પિડાતા હતા તેઓની તબિયત બગડતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યા તા.૧૩મી મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર ઉપર હતા અને આજે તેઓનું મોત થયુ હતું. આ સાથે વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યા ૫૯ ઉપર પહોંચી ગઇ છે.

જુમ્મા મસ્જિદના મૌલાના જન્નતનશીન થતાં સુન્ની જમાતમાં ભારે શોકનું વાતાવરણ

રમઝાનનો ૨૯મો દિવસ સૌથી પાક દિવસ ગણાય છે અને જુમ્મા પણ હતો અને આવા પાક દિવસે નસીબદાર લોકોના જ ઇંતકાલ થાય છેવડોદરાની ખાનગી હોસ્પિટલમાં જુમ્મા મસ્જિદના હેડ ઇમામ મૌલાન સલીમ ગુલમહંમદ પાનાગરનો ઇંતકાલ થયો હતો. તેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યુ હતુ અને વધુ ઉમર હોવા ઉપરાંત ડાયાબિટિસ જેવી પણ બીમારી હોવાથી રિકવરી થઇ શકી ન હતી અને શુક્રવારે સાંજે તેઓએ આખરી શ્વાસ લીધા હતા.

જુમ્મા મસ્જિદ સુન્ની જમાતની મસ્જિદ છે અને વડોદરામાં મુસ્લિમોની કુલ વસતીના લગભગ ૮૫ ટકાની વસતી સુન્ની જમાતની છે. આશરે ૧.૫૦ લાખ સુન્ની જમાતના લોકો વડોદરામાં રહે છે.હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે અને ઇદના બે દિવસ પહેલા જ મૌૈલાના સાહેબના ઇંતકાલથી સુન્ની જમાતમાં ભારે શોકનું વાતવરણ ફેલાઇ ગયુ છે.

આ અંગે વાત કરતા મુસ્લિમ આગેવાન ઝુબેર ગોપલાણીએ કહ્યું હતું કે મૌલાના સાહેબના ઇંતકાલથી દુખ થાય તે સ્વાભાવિક છે પરંતુ બીજી તરફ આજે રમઝાનનો ૨૯મો દિવસ છે દુનિયાભરની મસ્જિદોમાં આજે કુરાનનું વાંચન પુરુ થાય છે અને આજનો દિવસ સૌથી પાક દિવસ ગણવામાં આવે છે ઉપરાંત આજે જુમ્મા (શુક્રવાર) પણ હતો. આવા પાક દિવસે નસીબદાર લોકોના જ ઇંતકાલ થાય છે એટલે મૌલાના સાહેબ જન્નતનસીન થયા છે. ઉલ્લેખનિય છે કે મૌલાના સાહેબ દારૃલ ઉલુમના પણ હેડ હતા અને તેમના અંડરમાં સેંકડો વિદ્યાર્થીઓ હાફિઝ થયા છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!