GSTV
Baroda Trending ગુજરાત

પત્ની દહેજ ના લાવી તો પતિએ કરી તમામ હદો પાર: પત્નીના મોબાઇલ પર અશ્લીલ ફોટા મૂકી દીધાં, બળજબરીથી પીવડાવ્યો દારૂ

અશ્લીલ

દહેજ નહીં લાવનાર વડોદરાની એક યુવતીને પજવતા પતિએ તેના ચારિત્ર્ય પર લાંછન લગાવવા માટે પત્નીના મોબાઇલનો ઉપયોગ કરી અત્યાચાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીએ મહિલાપોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.વડોદરાની યુવતીએ કહ્યું છે કે,નવેમ્બર-૨૦૧૭માં અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા ધ્યેય નામના યુવક સાથે લગ્ન થયા હતા.પરંતુ લગ્ન બાદ પતિ અને તેની માતાએ મેંણા મારી ત્રાસ ગુજારવા માંડયો હતો.

પત્નીને બળજબરીથી દારૂ પીવડાવતો પતિ

માનસિક વિકૃતતા ધરાવતો પતિ દારૃના રવાડે ચઢેલો હોવાથી મને પણ બળજબરી પૂર્વક દારૃ પીવડાવવા માટે પ્રયાસ કરતો હતો.જ્યારે સાસુ ઘરમાં ગંદકી કરી વારંવાર સાફ કરાવતી હતી.

ફોટા

યુવતીએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે,મને બદનામ કરવા માટે પતિ મારા મોબાઇલના પાસવર્ડનો ઉપયોગ કરી મોબાઇલમાં બીભત્સ ફોટા અને ચેટિંગ કરતો હતો.જ્યારે મને વિકૃત વીડિઓ જોવા માટે પણ ફરજ પાડતો હતો.માત્ર ત્રણ મહિનાના ગાળામાં જ મને કાઢી મુકી છે.મહિલા પોલીસે આ ફરિયાદના આધારે પતિ અને સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું

GSTV Web Desk

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu
GSTV