GSTV
Baroda Trending ગુજરાત

વડોદરા/ એક જ કલાકમાં પડેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઠેર – ઠેર ટ્રાફિક જામ

વરસાદ

દિવસભરના ભારે ઉકળાટ બાદ શહેરમાં સાંજે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.માત્ર એક ઇંચ વરસાદમાં ઠેર – ઠેર વરસાદી પાણી ભરાઇ જતા શહેરીજનો અટવાઇ ગયા હતા.અને શહેરના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદ

આજે સવારથી જ શહેરમાં વાદળો છવાયેલા રહ્યા હતા.અને દિવસભર ભારે ઉકળાટ હતો.સાંજે પાંચ વાગ્યા પછી વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ વચ્ચે શરૃ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરનું જનજીવન થંભી ગયું હતું.નોકરીથી છૂટીને અને સ્કૂલેથી છૂટીને ઘરે જતા શહેરીજનો અને વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં માત્ર એક ઇંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

વરસાદ

અંદાજે એક કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે લોકો અટવાઇ ગયા હતા.શહેરના માર્ગો પર ભરાયેલા પાણીના કારણે ઘણા વાહનો ફસાઇને બંધ પડી ગયા હતા.જ્યારે કેટલાક વાહન ચાલકો વાહન રોડની સાઇડ પર પાર્ક કરીને વરસાદ થી બચવા ઉભા રહી ગયા હતા.એક કલાક પછી વરસાદ બંધ થતા શહેરના માર્ગો પર વાહન વ્યવહાર વધી જતા ઠેર – ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.

READ ALSO

Related posts

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Karan

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda
GSTV