GSTV
Baroda Trending ગુજરાત

કાળા બજારી /ગરીબોના અનાજનો બારોબાર સોદો કરીને લાખો રૂપિયાનું કૌભાંડ, ચોંકાવનારો છે આંકડો

અનાજ

ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર ઘઉં, ચોખા, ખાંડ સહિતનો જથ્થો લાભાર્થીઓ સુધી પહોંચાડવાના બદલે બારોબાર સોદો કરીને લાખો રૃપિયાનું કૌભાંડ આચરવા બદલ વડોદરામા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના બે સંચાલકો સહિત ૮ જણ સામે ગુનો નોંધાયો છે. આ આરોપીઓ પૈકી ચાર આરોપીઓએ મૂકેલી આગોતરા જામીન અરજી વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે.’

અનાજ

વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો અનાજ બારોબાર વગે કરી નાખતા હતા

ગત તા.૧૮ મી જુને ધી માંજલપુર કો.ઓ.સો.લિ.ના સંચાલક નરેશ જગદીશભાઇ અગ્રવાલ સંચાલિત પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર અને શ્રીનાથ કો.ઓ.કન્ઝયુમર સોસાયટી લિ. ના પ્રમુખ ઇશ્વર ખુમાનસિંહ સોલંકી સંચાલિત માંજલપુર વિસ્તારમાં આવેલી દુકાનમાં પુરવઠા વિભાગે દરોડો પાડીને તપાસ કરતા ઘઉં, ચોખા અને ખાંડ મળીને કુલ રૃ. ૮ લાખ કરતા વધુ કિંમતનો જથ્થો સગેવગે કરી નાખવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં દુકાન સંચાલકો ઉપરાત સરકારી ગોડાઉનથી દુકાનો સુધી જથ્થો પહોંચાડવા માટે ટ્રાન્સ્પોર્ટેશનનો કોન્ટ્રાકટર ધરાવતી એજન્સી સમીર ટ્રેડર્સની પણ સંડોવણી બહાર આવી હતી જે બાદ (૧) ધી માંજલપુર કો.ઓ.સો.લિ.ના પ્રમુખ નરેશ જગદીશભાઇ અગ્રવાલ (૨) શ્રીનાથ કો.ઓ.કન્ઝયુમર સો.લિ.ના પ્રમુખ ઇશ્વર ખુમાનસિંહ સોલંકી (૩)ડોર સ્ટેપ ડિલીવરીના ઇજારદાર સમીર ટ્રેડર્સના પ્રોપરાઇટર સમીર દિપકભાઇ માવાણી (ઠે. ભાડલા, તા.જસદણ, જિ.રાજકોટ) (૪) સમીર ટ્રેડર્સ દ્વારા નિમાયેલા પ્રતિનિધિે રાજેશ ચંદુભાઇ પટણી (રહે.ઉમા સોસાયટી, હરણી રોડ ) (૫) કમલેશ કે. પટણી (રહે.વૃંદાવન પાર્ક, હરણી રોડ ) (૬) ભરત બી.પટણી (રહે.દિપીકા સોસાયટી, કારેલીબાગ ) (૭) ટેમ્પાના ડ્રાઇવર ઇરફાન અહેસાનભાઇ અંસારી (રહે.હાથીખાના ) તથા (૮) પ્રવિણ રસિકભાઇ બારિયા (રહે.નવી નગરી, શંકરપુરા,તા.વાઘોડિયા) સામે ગુનો દાખલ થયો છે.

અનાજ

દરમિયાન રાજેશ પટણી, કમલેશ પટણી, ભરત પટણી અને સમીર માવાણીએ વડોદરા સેશન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી હતી. અરજીના વિરૃધ્ધમાં પોલીસે સોગંદનામુ રજૂ કર્યુ હતું કે પ્રારંભમાં ૮ લાખનું કૌભાંડ તપાસ દરમિયાન વધીને રૃ.૧૭.૨૭ લાખ પહોંચ્યુ છે અને હજુ આ આંકડો વધી શકે છે તો આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હોઇ શકે છે માટે હજુ તપાસ બાકી હોવાથી આરોપીઓને જામીન આપવામાં ના આવે.

READ ALSO

Related posts

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

Karan

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed
GSTV