વડોદરામાં પણ રાજયકક્ષાના મહિલા લાભલક્ષી કાર્યક્રમમાં પણ કોવિડ-19ની ગાઈડલાઈનના જાહેરમાં ધજાગરા ઉડાવવામાં આવ્યા. શહેરના પંડિત દિન દયાળ ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનિષાબહેન વકીલ પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં સ્ટેજ પર હાજર આગેવાનો માસ્ક વગર જોવા મળ્યા. તો બીજી તરફ ઓડિટોરિયમમાં હાજર કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં કેટલીક મહિલાઓએ પ્રધાન મનીષાબહેન વકીલ સાથે પણ સેલ્ફી લીધી હતી. જે દરમ્યાન કોવિડ ગાઈડલાઈનનો ભંગ પણ થયો હતો. એક તરફ પોલીસ લોકોને માસ્ક ન પહેરનાર દંડે છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમમાં માસ્ક ન પહેરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો