GSTV

વલસાડ ટ્રેન આપઘાત કેસ, યુવતીની ખોવાયેલી સાયકલ સાથે ઝડપાયેલ સિક્યોરિટી કરી શકે છે ચોંકાવનારો ખુલાસો

Last Updated on November 25, 2021 by Dhruv Brahmbhatt

વડોદરામાં નોકરી કરતી અને વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરનારી યુવતીના કેસમાં પોલીસને તપાસ માટે વધુ એક કડી મળી આવી છે. પોલીસને સિક્યોરિટી જવાન મહેશના ઘરમાંથી યુવતીની સાયકલનું એક ટાયર મળી આવ્યું છે. જ્યારે બીજું ટાયર ભંગારીયાને ત્યાંથી મળ્યું છે.

valsad-train-suicide-case

ગઈ કાલે જૂના પાદરા પાસે આવેલા પુનિત નગર ખાતેથી રેલવે LCB ને સાયકલ મળી હતી કે જેના પૈડા ન હોતાં. સિક્યોરિટી જવાન મહેશની પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યા બાદ પૈડાં કાઢેલી હાલતમાં યુવતીની સાયકલ મળી હતી અને આજે હવે સાયકલના ટાયર મળ્યાં છે. ત્યારે એમ કહી શકાય કે, ચાર તારીખે વલસાડ ટ્રેનમાં આપઘાત કરનારી યુવતીના કેસમાં 20 દિવસ બાદ પોલીસના હાથમાં કડી આવી છે.

રેલવે LCB ની ટીમે સિક્યુરિટી ગાર્ડને યુવતીની સાયકલ સાથે ઝડપી લીધો હતો

મહત્વનું છે કે, રેલવે LCB ની ટીમે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને યુવતીની સાયકલ સાથે ઝડપી લીધો હતો. જેથી તેની પૂછપરછ કરાતા તે સાયકલ તે યુવતીની જ હોવાનું સામે આવ્યું. આથી હવે તે સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંને દુષ્કર્મીઓ વિશે માહિતી મળી શકે તેની પ્રબળ આશંકા સેવાઇ રહી છે. ગઇ કાલ રાતથી જ આ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ હાથ ધરાઇ છે.

પૈડાં કાઢેલી હાલતમાં યુવતીની સાયકલ મને મળી હતી : મહેશ

મળતી માહિતી અનુસાર, સિક્યુરિટી ગાર્ડ મહેશએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી આવી હતી અને ત્યાર બાદ તેણે બંધ બંગલાના આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલા નીચે સાયકલને છુપાવી દીધી હતી અને તેમાંથી ટાયર કાઢી નાંખ્યા હતાં.

vadodara-gang-rape-case-missing-cycle-found

આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ

તમને જણાવી દઇએ કે, આ કેસમાં રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી. તદુપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે PI ની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઇ છે. પોલીસની 35 ટીમ દ્વારા 500 થી વધારે CCTV કેમેરા, બનાવ સમયના મોબાઇલ લોકેશન, 350 થી વધુ રીક્ષા ડ્રાઇવરો સહિત 800 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, તેમ છતાં ગેંગરેપ કરનારા બે નરાધમોની હજુ સુધી કોઇ ભાળ મળતી નથી. આથી આ કેસમાં 9 સિનિયર પોલીસ અધિકારીઓની પસંદગી કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે.

READ ALSO :

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!